સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા ૮ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવી. જે અંતર્ગત થીમ Long COVID and Rehabilitation હતી.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબે ફિઝિયોથેરાપી કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી.
આ દિવસે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. સાગર નાયક (એશિયન ફિઝીયોથેરાપી અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના ફાઉન્ડર, સુરત) ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ કારકિર્દી માટે માહિતી પૂરી પાડી તથા ફિઝિયોથેરાપીનું ભારત ભર માં મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ. સુભાષ ખત્રી સાહેબે વિદ્યાર્થીઓને આ વર્ષના વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની થીમ પર માહિતી આપી હતી તથા તેમને કાર્યક્રમના સંચાલક ડો.પ્રિયંકા ચૌધરી ને કાર્યક્રમના સફળ આયોજન બદલ બિરદાવ્યા હતા.
આ દિવસે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે યુનિવર્સિટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પ્રથમ ત્રણ ક્રમાંક ધરાવતા વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયા હતા તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે નેશનલ ક્વિઝ કોમ્પેશન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ના આ પ્રસંગે યોગગુરૂ શ્રી જીવણભાઈ પટેલ દ્વારા પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૧૫૦થી વધારે વિદ્યાર્થીમિત્રો અને ફેકલ્ટી મિત્રો એ યોગ અને પ્રાણાયમ નો અને દિનચર્યામાં સમાવેશ કરીને સ્વસ્થ રહેવા માટેની પ્રત્યક્ષ તાલીમનો લાભ લીધેલ હતો.
વર્લ્ડ ફિઝિઓથેરાપી ડે ના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ.જે. આર.પટેલ સાહેબ, રજીસ્ટ્રાર ડૉ. પાંડે સાહેબે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુભાષખત્રી સાહેબ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
ડેવિડ પટેલ બ્યુરો ચીફ ઉત્તર ગુજરાત




