સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંલગ્ન નુતન ફાર્મસી કોલેજ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ “PHARMACEUTICAL SCIENCES AND DRUG DEVELOPMENTS” વિષય પર સાયન્ટિફિક ઇન્ટરનેશનલ ઇ-કોન્ફરન્સનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતુ. ઈ-કોન્ફરન્સ ના ઉદ્ઘાટન સમારોહ માં મુખ્ય મહેમાન તરીખે દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસેર્ચ યુનિવર્સિટી ના કુલપતિ ડો. રમેશ કે.ગોયલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ એડવાન્સ 3ડી પ્રિન્ટિંગ ટેકોલોજી નો ઉપયોગ કરી વિધાર્થી મિત્રો ને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કર્યા હતા. કોન્ફેરેન્સ ના અતિથી વિશેષ ઉપસ્થિત માં ડૉ. ડી. વાય. પાટીલ કૉલેજ, પુણે ના પ્રિન્સિપાલ ડૉ. સોહન ચીતલાંગે સાહેબે આર્ટિફિશ્યલ ઇન્ટેલિન્જનસી, ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમાઈઝ ડ્રગ ડેવલપમેન્ટ પ્રોસેસ પર પોતાના વિચારો રજુ કાર્ય હતા. યુનિવર્સિટીના ટેકનિકલ ડાયરેક્ટર ડૉ. ડી. જે. શાહ સાહેબે યુનિવર્સિટી ખાતે કાર્યરત SSIP સેલ, પેટન્ટ ઈંફોર્મશન સેલ, સુપર કોમ્પ્યુટર ફેસિલિટી અને આઈ હબ, ઇનોવેશન સેન્ટર વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. નુતન ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ અને ડીન ડૉ. જે.કે.પટેલ સાહેબે કોલેજમાં કાર્યરત વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ, ડ્રગ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજી માં ફાર્માસિસ્ટ નું મહત્વ, AICTE અને ICMR ફન્ડેડ આધુનિક રિસર્ચ લેબ ની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ઇન્ટરનેશનલ કોન્ફરેન્સ ના સ્પીકર માં યુએસએ ની મર્સર્સ યુનિવર્સિટી ના પ્રોફેસર ડો. મહાવીર ચોન્ગલે સાહેબે લંગ કેન્સર માં ઉપયોગી ડ્રગ ડિલિવરી સિસ્ટમ પર પોતાના રિસર્ચ રજુ કાર્ય હતા. વર્તમાન સમય માં ઉપયોગ માં લેવાતી તેવી નેનો ક્રિસ્ટલ ટેક્નોલોજી અને તેની રિસર્ચ ઈન્ડિસ્ટ્રી માં મહત્તા વિષે વેસ્ટ ઇન્ડીસ યુનિવર્સિટી ના પ્રોફેસ્ર ડો. મદન મોહન ગુપ્તા એ પ્રકાશ પડ્યો હતો. મુંબઈ ના નાણાવટી કૉલેજ ના પ્રિન્સિપાલ ડો. મુનીરા મોમીન મેડમે નેનો ફોર્મ્યુલેશન એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ફોર્મ્યુલેશન ની વિગતવાર માહિતી પુરી પડી હતી. કોન્ફરન્સ માં ભારત, અને અમેરિકા જેવા દેશો માંથી 45 થી પણ વધારે રિસર્ચ સ્કોલર્સ અને ફેકલ્ટી મેમ્બર્સે પોતાના રિસેર્ચ પેપર્સ રજુ કાર્ય હતા. વિજેતા રિસેર્ચ સ્કોલર્સ ને સર્ટિફિકેટસ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ગુજકોસ્ટ સ્પોન્સર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના સફળ આયોજન બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે. આર. પટેલ, રેજીસ્ટ્રર ડો. પ્રમોદ કુમાર પાંડે, ટેકનીકલ કોર્સ ડાયરેક્ટર ડૉ. ડી. જે. શાહ સાહેબ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. જે. કે. પટેલ તથા સમગ્ર ફાર્મસી પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.
ડેવિડ પટેલ બ્યુરો ચીફ ઉત્તર ગુજરાત


