લાયજા હાઈસ્કુલ મધ્યે સેનેટરી નેપકીન મશીન અર્પણ કરાયું

માંડવી તાલુકાના પ્રગતિશીલ ગામ લાયજાની હાઈસ્કુલ મધ્યે રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા સેનેટરી નેપકીન મશીન આપવામાં આવેલ. સર્વે મહાનુભાવોના હસ્તે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ એ આ મશીન સ્વીકારેલ હતું. રોટરી પ્રમુખ હરીઓમભાઈ અબોટી એ પોતાની માતૃશાળામાં રોટરીના માધ્યમથી સહયોગી બનવા માટે આનંદ વ્યક્ત કરેલ . સાથે મશીન માટે સહયોગી બનવા માટે ઇન્નરવિલ ક્લબ ઓફ મુંબઈ ડાઉન ટાઉનનો આભાર માનેલ હતો. રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૫૪ ના ડીસ્ટ્રીકટ ગવર્નર અશોકભાઈ મંગલ ના જન્મ દિવસની યાદગીરી તરીકે સેનેટરી નેપકીન મશીન ભેટ આપ્યાનું જણાવેલ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *