શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા L.N.M. લાયન્સ હોસ્પિટલ ભુજનાં સહકારથી સુવિધિનાથ જીનાલય-માધાપર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ.સા તથા પ.પૂ. તપસ્વીરત્ન શ્રી પીયુષાબાઈ મહાસતીજીના સંયમ જીવનનાં ૫૦ વર્ષની ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે નિ:શુલ્ક આંખનાં કેમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આંખના ઓપરેશનનો કેમ્પ માટે આઈ સ્ક્રીનીંગ કેમ્પ કરી મોતીયાનાં ઓપરેશન નિ:શુલ્ક રીતે કરી આપવમાં આવશે તેમજ નિ:શુલ્ક ચેકઅપનું આયોજન પી.એચ.સી. સેન્ટર માધાપર મધ્યે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સાધુ-સાધ્વીજી ભગવંતોએ આશીર્વચન પાઠવ્યા હતાં. કાર્યકમમનો પ્રારંભ દિપપ્રાગટ્ય દ્વારા લાયન્સ હોસ્પિટલનાં ચેરમેન શ્રી ભરતભાઈ મહેતા, જૈન સમાજનાં પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોર, લોહાણા સમાજનાં પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભીંડે, પી.એચ.સી. સેન્ટર સમિતિનાં પ્રમુખ શ્રી ઝીણાભાઈ ડબાસીયા, શ્રી ચુનીલાલ અદેસંગ કોરડીયા, ઉપસરપંચ શ્રી કલુભા વાઘેલા, તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી પ્રવિણાબેન રાઠોડ, એ.પી.એમ.સી. નાં ડાયરેકટર શ્રી શંભુભાઈ જરૂ, મઢુલી ધામનાં પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, લાયન્સ હોસ્પિટલનાં ટ્રસ્ટી શ્રી અભયભાઈ શાહ, શ્રી હરેશભાઈ પરમાર, ડો.સિજુ સાહેબ, ડો.શુક્લા સાહેબ, ટેકનીશીયન શ્રી શૈલેશભાઈ, ભુજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વરૂ, સોની સમાજનાં પૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ સોની, ગ્રામ પંચાયતનાં સદસ્યો શ્રી ફતેહદાનભાઈ ગઢવી, શ્રી નારણભાઈ મહેશ્વરી, શ્રી કાંતિભાઈ ગઢવી, શ્રી વાજીદભાઈ સમા, શ્રી ઈશાભાઈ સમા, શ્રી વિજયભાઈ રાજપૂત, મુર્તીપૂજક જૈન સંઘનાં પ્રમુખ શ્રી વસંતભાઈ મહેતા, મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ શાહ, લાયન્સ કલબનાં પ્રમુખ શ્રી કિંચનભાઈ ઠક્કર, પાટ હનુંમાનજી મંદિરનાં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોખાણી, બ્રહ્મસમાજનાં શ્રી મયુરભાઈ જોષી, વગેરે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલ.એન.એમ. હોસ્પિટલ ભુજને શ્રી ચુનીલાલ અદેસંગ કોરડીયા પરિવાર દ્વારા રૂ,૨૫,૦૦૦/- નો ચેક શ્રી ભરતભાઈ મહેતાને અર્પણ કરવામાં આવેલ હતો. ગુજરાત પ્રદેશ ભાજપના સહયોગ, આપત્તિ રાહત અને સેવાઓ વિભાગનાં સંયોજક અને શ્રી માધાપર જૈન સમાજનાં પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોરે જૈન સમાજ માધાપર દ્વારા ૫૦ વર્ષણી ઉજવણીની માહિતી આપવામાં આવી હતી તેમજ જૈન સમાજ લોકસેવા માટે મહાજનની ભુમીકામાં સમગ્ર કચ્છ ખાતે અગ્રેસર રહેશે એવું જણાવેલ હતું. શ્રી ભરતભાઈ મહેતાએ શ્રી જૈન સમાજ માધાપર તથા શ્રી હિતેશભાઈ ખંડોર ની સેવાકીય પ્રવૃતી બિરદાવી હતી તેમજ લાયન્સ હોસ્પિટલ ભુજની વિવિધ સેવાકીય કાર્યોની માહિતગાર કરેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન માધાપર જૈન સમાજનાં મહામંત્રી શ્રી સંજયભાઈ મહેતાએ કરેલ હતું. કાર્યકમનું સ્વાગત પ્રવચન માધાપર જૈન સમાજના ખજાનચી શ્રી નીતિનભાઈ મહેતાએ કરેલ હતું. આ કાર્યકમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન શ્રી દીપેશભાઈ મહેતા, શ્રી કમલેશ કોરડીયા, શ્રી મેહુલ લોદરીયા, શ્રી રાજેશભાઈ મહેતા તથા શ્રી મુકેશભાઈ વાઘેલા, શ્રી નારણસિંહ જાડેજા, શ્રી નીલમબેન ઠક્કર, શ્રી ગંગાબેન વગેરેએ સહયોગ આપેલ હતો. આ કેમ્પમાં ૧૩૬ જેટલા પેશન્ટને તપાસવામાં આવેલ હતાં અને જરૂરીયાત વાળા ૧૫ જેટલા પેશન્ટોનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવેલ . આ કેમ્પમાં માધાપર પી.એચ.સી. સેન્ટરની સમગ્ર ટીમે સહકાર આપેલ હતો.




