“એડવાન્સ ટેકનોલોજી” અને “સ્કીલ બેઈઝડ લર્નિંગ” આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે – રાજ્યપાલશ્રી

  • પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલશ્રી
  • ટેક્નોલૉજીકલી એડવાન્સ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે – શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
  • પી ડી ઈ યુ ખાતે “એડિટીવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021″ ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો શુભારંભ થયો

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી – પી ડી ઈ યુ ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે “એડવાન્સ ટેકનોલોજી” અને “સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ” આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે. ગાંધીનગર ખાતે પી ડી ઈ યુમાં યોજાયેલા “એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021” વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ટેકનોલૉજી અને પર્યાવરણ ક્ષેત્રના જે પડાકારોના આપણે સામનો કરી રહ્યાં છીએ તેના  ઉકેલ માટે તમામ સંબંધિત વર્ગોએ સામૂહિક પ્રયાસો કરવા પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ટેક્નોલૉજી ક્ષેત્રે થતાં નવાં-નવાં આવિષ્કારો આર્થિક પરિવર્તન માટેના મહત્વનાં પરિબળો સાબિત થાય છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ જેવી અનેકવિધ નવીનતમ ટેક્નોલૉજીના કારણે માનવબળના ઉપયોગને સીમિત કરી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ “એડિટીવ મેન્યુફેક્ચરિંગ અથવા થ્રી-ડી પ્રિન્ટિંગને દેશના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો માટે ચાવીરૂપ ગણાવ્યું હતું. તેમણે ગુજરાત રાજ્યમાં સાત ઈજનેરી કૉલેજો અને ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટમાં થ્રી- ડી પ્રિન્ટિંગ સેન્ટર ઓફ એક્સલન્સની કરાયેલી સ્થાપના સંદર્ભે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ થ્રી-ડી પ્રિન્ટિંગને આજના સમયની આવશ્યકતા ગણાવી જણાવ્યું હતું કે, “ટેકનોલોજીકલી એડવાન્સ” થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને  નવી દિશા આપશે. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ઇનોવેશનને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પી ડી ઈ યુના ડિરેક્ટર જનરલ ડૉ. સુંદર મનોહરે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી દ્વારા શિક્ષકો વિકાસલક્ષી પરિવર્તન કરી શકે છે. તેમણે “ઇન્ડસ્ટ્રી રેડી ટેકનોલોજી”ની હિમાયત કરીને ક્લાસરૂપ લર્નિંગની સાથે સ્કીલ બેઈઝડ લર્નિંગ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે એડિટીવ મેન્યુફેકચરિંગ અને એડવાન્સ્ડ મટીરિયલ્સ વિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને મહત્વપૂર્ણ ગણાવી હતી. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, મિશ્ર ધાતુ નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. એસ. કે. જ્હા તેમજ ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો, વિષય નિષ્ણાંતો અને ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM