અરવલ્લીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘માર્ગ મરામત અભિયાન’શરૂ કરવામાં આવ્યું

જિલ્લામાં વિવિધ જગ્યાએ તૂટેલા રસ્તાઓનું સમારકામ કરીને ભંગાણ બનેલા રસ્તાઓને દુર સરકાર કટીબદ્ધ

અરવલ્લી જીલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગમાં ૯ કામો પૈકી ૧ કામ પૂર્ણ તથા ૮ કામોનું કામ પ્રગતિમા

મોડાસા-મંગળવાર,
વર્તમાન સમયમાં ચાલી રહેલા વરસાદી સત્રને કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ થવા પામ્યો હતો. ભારે વરસાદના લીધે સમગ્ર રાજ્યના અનેક સ્થળો પર રસ્તાઓ બિસ્માર બન્યા હતા. જેનાથી અનેક રસ્તાઓ પર વાહન ચાલકોને અવર-જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે વારવાર અકસ્માત સર્જાતા હતા.
જે અંતર્ગત રાજ્ય સરકારના નવા માર્ગ મંત્રી દ્વારા બિસ્માર બનેલા રસ્તાઓને સમારકામ કરવા માટે માર્ગ મંત્રી દ્વારા ‘માર્ગ મરામત અભિયાન’શરૂ કરવામાં આવ્યું. જેમાં દરેક સ્થળોએથી વ્હોટ્સપ્ ના માધ્યમ થકી શહેર તથા ગ્રામ્ય સ્થળોએ તૂટેલા રસ્તાઓના વિડિયો, સ્થળની વિગત, તેમજ તેના ફોટો મંગાવાયા હતા.
જેને પગલે આ અભિયાનને વેગ આપવા સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ વિરામ લેતા જીલ્લાના રસ્તાઓને થયેલા નુકશાનનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેમાં અરવલ્લી જીલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગમાં ૯ રસ્તાઓની ફરિયાદ મળેલ હતી જેમાંથી અત્યાર સુધીમાં ૧ રસ્તાનું કામ પૂર્ણ કરાયેલ છે તથા ૮ રસ્તાઓનું કામ પ્રગતિ હેઠળ છે.
જેમાં જિલ્લાના દરેક તાલુકાઓમાં રસ્તાઓને થયેલા નુકશાનનું સમારકામ કરવા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વ્યાપક ધોરણે ‘માર્ગ મરામત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં ટીમ તૈયાર કરીને રસ્તાઓ પર ડામર પાથરીને તાત્કાલિક રિપેર કરવામાં આવી રહ્યા છે. જેથી વાહન ચાલકો કે રસ્તા પર ચાલતા મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે રાજ્ય સરકાર રસ્તાઓનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે કટીબદ્ધ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *