ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે કુલ 232 બેઠકો પૈકી 229 બેઠકોના જાહેર થયેલ પરિણામોમાં ભાજપાને 175 બેઠકો પ્રાપ્ત થઇ
સમગ્ર રાજયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતીને સમર્થન આપ્યું છે અને વિરોધીઓને તેમનું સ્થાન બતાવી દીધુ છે- શ્રી સી.આર.પાટીલ
ગાંધીનગર મહાનગર એ આપણા લોકલાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનો સંસદીય ક્ષેત્ર છે. શ્રી અમિતભાઇ શાહ અવારનવાર તેમના મત વિસ્તાર માટે કાર્યશીલ રહી વિકાસના કામોની સમીક્ષા કરી નાગરીકો માટે સતત ચિંતીત રહી વિસ્તારની માવજત કરે છે.- શ્રી સી.આર.પાટીલ
ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઇ જ જગ્યા નથી – શ્રી સી.આર.પાટીલ
જનતાની અપેક્ષા કરતા પણ વધુ સારુ કામ કરવાની આપણી સૌની સામુહીક જવાબદારી છે અને આપણે તેને પરિપુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ બનીએ- શ્રી સી.આર.પાટીલ
નવનીયુકત મંત્રીમંડળને સમગ્ર રાજયમાં જન આશિર્વાદ યાત્રા થકી જે અભુતપુર્વ પ્રેમ મળી રહ્યો છે તે માટે સમગ્ર રાજયની જનતાનો ખુબ ખુબ આભાર-શ્રી સી.આર.પાટીલ
સરકારનો કોઇ પણ પ્રતિનિધી એ સર્વપ્રથમ કાર્યકર્તા છે – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી કયારેય પણ ચૂંટણીલક્ષી રાજકારણમાં વિશ્વાસ કરતી નથી તે હરહંમેશ પ્રજાની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃતિ કરવામાં વિશ્વાસ કરે છે- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબાર યાદીમાં જણાવે છે કે પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ આજની ભવ્ય જીતને વધાવી લીધી હતી. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે આજના આ પ્રંસગે સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે. તારીખ 03 ઓક્ટોબરના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણી અંતર્ગત 128 બેઠકો માંથી 103 બેઠક ભાજપના ફાળે ગઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની 44 માંથી 41 બેઠક ,થરા નગર પાલિકાની 24 માંથી 20 બેઠક, ઓખા નગરપાલિકાની 36 માંથી 34 બેઠક તેમજ ભાણવડ નગર પાલિકામાં 08 બેઠક પર ભાજપનો ભવ્યાતીભવ્ય વિજય થયો છે. પેટા ચૂંટણીમાં જોવા જઇએ તો મહાનગર પાલિકાની 03 માંથી 02 બેઠક ,જિલ્લા પંચાયતમાં 08 માંથી 05 બેઠક તાલુકા પંચાયતમાં 45 માંથી 28 બેઠક અને નગરપાલિકાની 45 માંથી 37 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ કુલ 232 બેઠકો પૈકી 229 બેઠકોના જાહેર થયેલ પરિણામોમાં ભાજપાને 175 બેઠકો પ્રાપ્ત થઇ છે. સમગ્ર રાજયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતીને સમર્થન આપ્યું છે અને વિરોધીઓને તેમનું સ્થાન બતાવી દીધુ છે.
પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે મતદારોએ ફરી એક વખત ગુજરાતના વિકાસ માટે ભાજપાને કમાન સોંપી છે. ભાજપા સરકાર અને સંગઠન ગાંધીનગરના તેમજ સમગ્ર રાજયના વિકાસ માટે વચનબદ્ધ છે . આપેલ તમામ વચનો પુર્ણ કર્યા છે અને ભવિષ્યમાં પણ વિકાસ માટેના અવિરત પ્રયાસો થકી વિકાસની નવી ઉંચાઇઓ ગુજરાત સર કરે તેવા તમામ પ્રયત્નો સરકાર અને સંગઠન સાથે મળીને પુર્ણ કરશે. ગાંધીનગર મહાનગર એ આપણા લોક લાડીલા ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનો સંસદીય ક્ષેત્ર છે. શ્રી અમિતભાઇ શાહ અવારનવાર તેમના મત વિસ્તાર માટે કાર્યશીલ રહી વિકાસના કામોની સમીક્ષા કરી નાગરીકો માટે સતત ચિંતીત રહી વિસ્તારની માવજત કરે છે.
શ્રી પાટીલે વધુમા જણાવ્યું કે ગુજરાતની જનતાએ નવનીયુક મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલેને જંગી વિજય અપાવી વધાવ્યા છે. સંગઠનના કાર્યકરોએ જવાબદારી નીભાવીને આજે ઉત્કુષ્ટ દાખલો પ્રસ્થાપીત કર્યો છે. શ્રી પાટીલે ત્રીજા મોરચા પર કટાક્ષ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઇ જ જગ્યા નથી ખુબ ગર્જેલા મેધ વરસેલ નથી. ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ થકી દેશનું હિત કયાં છે તે ગુજરાતના મતદારો ખૂબ સારી રીતે જાણે છે, શ્રી પાટીલે ચૂંટાયેલ સૌ જન પ્રિતિનિધીઓને હાંકલ કરતા જણાવ્યું કે જનતાની અપેક્ષા કરતા પણ વધુ સારુ કામ કરવાની આપણી સૌની સામુહીક જવાબદારી છે અને આપણે તેને પરિપુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ બનીએ . નવનીયુકત મંત્રીમંડળને સમગ્ર રાજયમાં જન આશિર્વાદ યાત્રા થકી જે અભુતપુર્વ પ્રેમ મળી રહ્યો છે તે માટે સમગ્ર રાજયની જનતાનો ખુબ ખુબ આભાર શ્રી પાટીલે વ્યકત કર્યો હતો અને ભાજપાને ફરી એક વાર સેવા કરવાનો મોકો આપવા માટે જે જંગી મતદાન કર્યું તે બદલ આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે સરકારનો કોઇ પણ પ્રતિનિધી એ સર્વપ્રથમ કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટી કયારેય પણ ચૂંટણીલક્ષી રાજકારણમાં વિશ્વાસ કરતી નથી તે હરહંમેશ પ્રજાની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃતિ કરવામાં વિશ્વાસ કરે છે. નગર પાલિકા ,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય અપવવા બદલ ગુજરાતના સૌ નાગરીકોનો આભાર માનતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રજાની અવિરત સેવા કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.









