ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે દર માસની તા. ૬ ના રોજ ફાયર મોકડ્રીલનું આયોજન

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે દર માસની તા. ૬ ના રોજ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગાંધીનગર જિલ્લામાં સાત હોસ્પિટલમાં મોકડ્રિલ અને ફાયર સેફ્ટી ડેમોસ્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગર,હાઈટેક હોસ્પિટલ સેક્ટર -3 બી, આઇકૉન હોસ્પિટલ અડાલજ,અશકા હોસ્પિટલ, સરગાસણ, એપોલો હોસ્પિટલ, ભાટ, એસ એમ વી એસ હોસ્પિટલ રાદેસણ અને આશિર્વાદ હોસ્પિટલ વૈષ્ણદેવી કોવિડ હોસ્પિટલમાં આ મોકડ્રીલ યોજાઇ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *