જિલ્લા પુસ્તકાલય ખાતે આઝાદી અને સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્ય સંગ્રામના સાહિત્યનું પ્રદર્શન યોજાયું
રીપોર્ટ… ડેવિડ પટેલ.- મહેસાણા
સમગ્ર ભારત દેશમાં આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગુજરાત સરકાર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા ખાતે ભારતની આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આઝાદી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં બનેલી વિવિધ ઘટનાઓના દુર્લભ પુસ્તકો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન ચરિત્રને લગતા પુસ્તકોનું ભવ્ય પ્રદર્શન લોકસભાના સાંસદશ્રીમતી શારદાબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું મહેસાણા શહેર અને જિલ્લાના પ્રજાજનો આઝાદી અને સ્વાંત્ર્ય સંગ્રામને લગતા સાહિત્યથી માહિતગાર થાય તે ઉદ્દેશથી સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા વિશાળ સાહિત્ય પ્રદર્શનું તારીખ ૨૬ અને ૨૭ ઓક્ટોબરના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, દેશના ચારીત્ર્યવાન નાગરીકોના ઘડતરમાં પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ છે વધુમાં ઉમેર્યુ હતું કે, યુવાવર્ગમાં સર્જનાત્મક કૌશલ્યોને બહાર લાવવા સકારાત્મક અને પ્રેરણાદાયી પુસ્તકોનું નિયમીત વાંચન ખુબજ ઉપયોગી બને છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. એક આદર્શ મિત્રની જેમ એક ઉત્તમ પુસ્તક મનુષ્યને સુખ-દુઃખમાં સાથ સહારો અને સાંત્વના આપે છે. આ પ્રદર્શનમાં સાહિત્યના વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકો જેવા કે સૌરાષ્ટ્રની રસધાર, કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણીના પત્રો, લોકસાહિત્ય, સૌરાષ્ટ્રની કથાઓ લોક ગીતો, લગ્ન ગીતો, સોરઠી સંતવાણી, કુરબાનીની કથાઓ વગેરે વિષયોના સાહિત્યનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.સાંસદશ્રીએ જિલ્લા પુસ્તકાલયની વિવિધ વિભાગની મુલાકત કરી હતી. તેમાં રાજ્ય કેન્દ્રિય અનામત ગ્રંથભંડાર વિભાગની મુલાકાત કરતાં સાંસદશ્રીએ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાહિત્ય પ્રદર્શન કાર્યક્રમમાં ડો.પંકજ ગોસ્વામી નિયામક ગ્રંથાલય ગાંધીનગર,. બી.એમ.દેસાઇ મદદનીશ ગ્રંથાલય નિયામક મહેસાણા વિભાગ અને એસ.કે ગામીત ગ્રંથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલયના અધિકારીઓ,કર્મયોગીઓ સહિત વિદ્યાર્થીએ ઉપસ્થિત રહ્યાં હતાં.






