ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ આવી પહોચ્યો હતો ત્યા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ગ્રામ યાત્રાના અંતગર્ત પોષ્ટીક આહાર નિદર્શન કરવામાં આવ્યું હતું ગામમાં રથ આવી પહોચતા ગ્રામજનો એ મોટી સંખ્યામાં રથમાં દર્શાવાતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજના અંગેની જાણકારી મેળવી હતી. તેમજ વેક્સિનેશન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સ્થાનીક પદાધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો ગામડાના છેવાડાના લોકો સુધી માહિતી પહોચે અને યોજનાનો લાભ લે તે હેતું થી આત્મનિર્ભર ગામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામજનોને વધુને વધુ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યુ હતું આ પ્રસંગે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના સહાય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ અંદરપા, પ્રભુભાઈ કામરીયા, નથુભાઈ કડીવાર, ગણેશભાઈ નમેરા, મહેશભાઈ વિરમગામા, શાંતિલાલ રાજકોટીયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ - મહેશ ડી સિંધવ સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો


