બાયડધારાસભ્યશ્રી શ્રી જશુભાઇ પટેલ વારંવાર ખોટા ખોટા આક્ષેપ કરી ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી

ધારાસભ્યશ્રી બાયડ જશુભાઈ પટેલ દ્વારા ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી


સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધારાસભ્યશ્રી બાયડ દ્વારા જિલ્લા કલેક્ટરને તેમના લેટરપેડ પર તારીખ વગરનો પત્ર પાઠવવામાં આવેલ છે. જેમાં તેઓશ્રી દ્વારા ભલામણ થયેલ એક પણ કામની વહીવટી મંજુરી આપવામાં આવેલ ન હોઈ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપવામાં આવેલ છે. આ અંગે તપાસ કરતાં ધારાસભ્યશ્રી બાયડ દ્વારા ભલામણ થયેલ કુલ ૪૦ કામો પૈકી ૩૬ કામોની વહીવટી મંજુરી અરવલ્લી કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના દ્વારા વિના વિલંબે આપી દેવામાં આવેલ છે. વાત્રક હોસ્પિટલ એમ્બ્યુલન્સ આઈ.સી.યુ.ઓન વ્હીલ્સ માટે તાંત્રિક મંજુરી રૂ.૫૮.૦૦/- લાખની સામે માત્ર રૂ.૨૦.૦૦/- લાખની ગ્રાન્ટ ફાળવણી કરેલ છે. જેના પરિણામે આ કામની વહીવટી મંજુરી કલેકટરશ્રી દ્વારા આપી શકાયેલ નથી. આમ ધારાસભ્યશ્રીને કોઈ અન્યાય કરવામાં આવેલ હોવાનું જણાયેલ નથી. ધારાસભ્યશ્રી બાયડ શ્રી જશુભાઇ પટેલ વારંવાર ખોટા ખોટા આક્ષેપ કરી જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકારશ્રીની આમ જનતામાં સારી છાપને ખરાબ કરવાના પ્રયાસો કરતા હોવાનું જણાયેલ છે. કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં દેશ-દુનિયાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે. ભારત દેશને સમગ્ર દેશ-દુનિયામાં ગૌરવ અપાવનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની દીર્ઘદ્રષ્ટિ તેમજ કુશાગ્ર બુદ્ધિ શક્તિને પરિણામે દેશ સહિત રાજ્યનું અર્થતંત્ર વૈશ્વિક ફલક પર નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે દેશસહિત સમગ્ર રાજ્યની જાહેર જનતાના કલ્યાણ તેમજ સુખ સુવિધાયુક્ત જીવન માટેની અસંખ્ય વિવિધ યોજનાઓ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. જેનાથી સમગ્ર દેશ રાજ્યસહિત જિલ્લાની આમ જનતામાં રાજ્ય સરકારશ્રીની કામગીરીની પ્રસંશા થઈ રહી છે, એમ જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM