મોરબી : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે તંત્રની કેવી છે તૈયારીઓ, સમીક્ષા બેઠક યોજાઈ

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અધિકારીઓ પાસેથી વિગતો જાણી કેટલી કામગીરી કરાઈ તેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપીમોરબી જીલ્લામાં દિવાળી બાદ કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે અને સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે તંત્રએ કેટલી તૈયારીઓ કરી છે તે જાણવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી મોરબી કલેકટર કચેરી ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જીલ્લાના પ્રભારી મંત્રી મનીષા ચંદ્રા, કલેકટર જે બી પટેલ, ડેપ્યુટી ડીડીઓ, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ અંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સંભવિત ત્રીજી લહેર સામે કરેલ કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી જેમાં જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૯૨૬ લોકોને સેમ્પલ લેવામાં આવ્યા છે છેલ્લા ૭ મહિનાથી મોરબી જીલ્લામાં કોરોનાને પગલે એકપણ મૃત્યુ નથી થયું તેમજ રીકવરી રેટ પણ ૯૭.૦૧ ટકા જેટલો સારો હોવાનું જણાવ્યું હતુંતો સંભવિત ત્રીજી લહેર રોકવા માટે તંત્રના આયોજન અંગે જણાવ્યું હતું કે જીલ્લામાં ૩૩૭૨ બેડની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં ૭૫૦ નોર્મલ બેડ, ૨૩૭૮ ઓક્સીજન બેડ, ૧૪૪ આઈસીયુ બેડ અને ૧૦૦ વેન્ટીલેટર બેડ મળીને કુલ ૩૩૭૨ બેડની વ્યવસ્થા કરાશે સાથે જ મંત્રીએ અધિકારીઓને તાકીદ પણ કરી હતી જેમાં બીજી લહેરમાં રહી ગયેલ ત્રુટીઓ નિવારવા જણાવ્યું હતું ત્રીજ લહેરને ધ્યાને લઈને સંજીવની રથ જે હોમ આઈસોલેશનમાં રહેલ દર્દીઓને સારવાર પહોંચાડે છે તેવા રથની સંખ્યા ૧૫ કરવામાં આવી છે અને ધન્વન્તરી રથની સંખ્યા ૪૫ કરવામાં આવી છે તેમજ હાલ ૩૪૫ ઓક્સીજન સીલીન્ડર ઉપલબ્ધ છે અને નવા ૩૦૭ જમ્બો ઓક્સીજન સીલીન્ડર ખરીદી કરવામાં આવશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *