
ધી. મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે કોવિડ-19 વેક્સિનેશન ભાગરૂપે આજરોજ 15 થી 18 વર્ષના વયજૂથના વિદ્યાર્થીઓને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના માનદ મંત્રીશ્રી ડૉ.ઘનશ્યામભાઈ શાહના માર્ગદર્શન નીચે અરવલ્લી જિલ્લાની આરોગ્ય ટીમે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને રસીકરણનો લાભ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રસી મુકવા માટે તત્પરતા દાખવી છે અને સમાજમાં સંદેશો ફેલાવ્યો છે. આ કાર્યક્રમમાં કોલેજ કેમ્પસના આચાર્યશ્રીઓ, એનએસએસ કોડિનેટરશ્રીઓ અને અધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગ સ્વરૂપે સર પી. ટી. સાયન્સ કોલેજ,મોડાસા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું. ધી મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા કેમ્પસનાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું રસીકરણ થાય તે માટેનો દ્રઢનિર્ધાર કરવામાં આવ્યો હતો અને વિચારને કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા સર્વે હોદ્દેદારોશ્રીઓએ કોલેજ કેમ્પસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
