માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે નેચરકયોર પણ મહત્વપુર્ણ -ડો. નીમાબેન આચાર્ય

બિદડા સર્વોદય ટ્રસ્ટ કે.એમ.પટેલ આરોગ્યધામમાં ૪૮માં મેડીકલ સર્જીકલ કેમ્પમાં અધ્યક્ષાની પ્રેરક ઉપસ્થિત

ભુજ, સોમવાર;

વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામમાં ચાલી રહેલા ૪૮માં મેડીકલ અને સર્જીકલ કેમ્પની મુલાકાલ લીધી હતી.આ તકે અધ્યક્ષાશ્રીએ યુરોલોજી કેમ્પમાં ઓપરેશન થયેલા દર્દીઓની મુલાકાત લઇ દર્દીની કીડની, પથરી અને પ્રોસ્ટેટ કેન્સર જેવાં ગંભીર રોગો વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

તેમજ રતનવીર નેચરકયોર સેન્ટરના વિભાગની પણ મુલાકત લીધી હતી. ટ્રસ્ટના ડાયરેકટર મુકેશ દોશી અને મેડિકલ ડાયરેકટર ડો. પ્રદિપ ગણાત્રા તેમની સાથે જોડાયા હતા.અધ્યક્ષાશ્રીએ આ તકે દર્દીઓની પુચ્છા કરતાં જણાવ્યું હતું કે, ‘ આજની તણાવયુકત જિંદગીમાં, ફાસ્ટફુડની ખાણીપીણીથી મુકત થવા કુદરતી ઉપચાર શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આજની ભાગદોડમાં લોકોએ આવા વિભાગનો જરૂરથી લાભ લેવો જોઇએ માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે નેચરકયોર પણ મહત્વપુર્ણ છે.’આ તકે ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજયભાઇ છેડાએ સૌને આવકાર આપ્યો હતો. અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે પુર્વ ચેરમેનશ્રી બચુભાઇ રાંભીઆની તસવીર સમક્ષ દિપ પ્રાગટય કર્યુ હતું.આ તકે અધ્યક્ષાશ્રી સાથે ૪૮માં કેમ્પના દાતાશ્રી મણીલાલભાઇ નાગડા, ટ્રસ્ટશ્રીઓ શાંતિભાઇ વીરા, શરદભાઇ રાંભીયા, પિયુષભાઇ સાવલા, લક્ષ્મીચંદ વોરા, સભ્યશ્રી રાકેશભાઇ શાહ, ડો. રાઘવ મિશ્રા, ડો. શાંતનુ મિશ્રા, ડો. શ્રીકૃષ્ણ શર્મા, ભરત સંગાર, મેહુલ ગોર, ગુલામ મુસ્તફા સૈયદ, ભાવીન રાજગોર, ઉદયસિંહ જાડેજા, રફીક મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM