સરપંચોએ સૌપ્રથમ વખત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે અમારા માટે યાદગાર રહેશે
કમલમ માંડવી
માંડવી ગોસ્વામી સેવા સમાજ અને મહિલા મંડળના સંયુક્ત આયોજનથી પશ્ચિમ કચ્છના ગોસ્વામી સમાજના ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા સરપંચનો વિશેષ સન્માનનું કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યું હતો ડિસેમ્બર માસમાં ગામના સરપંચ ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પશ્ચિમ કચ્છમાંથી દશનામ ગોસ્વામી સમાજના વિજેતા થયેલા સરપંચ ગઢસીસાના કોમલબેન સંજયપુરી, મંગવાણાના અરુણાનાબેન ધર્મેન્દ્રગીરી, કેરાના મદનગીરી શંકરગિરી.ખુરાના મહિલા સરપંચ નીતાબેન પ્રભાતપુરી.તેમજ નાની વયમાં સરપંચ બનેલા અબડાસાના ઉખેડા ગામના તુષારગીરી વિશ્રામ ગીરી સહિત તમામ સરપંચોનું પુષ્પગુચ્છ અને સાલથી સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,સન્માનિત થયેલા સરપંચોએ પોતાનો પ્રતિભાવ આપતા સૌપ્રથમ વખત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે અમારા માટે ગૌરવની વાત કહેવાય સમાજના પ્રગતિના કાર્યોમાં અમો હંમેશા સહયોગી બનવા નો કોલ આપ્યું હતું ગોસ્વામી સેવા સમાજના પ્રમુખ હરેશપુરી કેશપુરી ગોસ્વામી. મહિલા મંડળના પ્રમુખ કમલાબેન વિરેન્દ્રગીરી ગોસ્વામી, દર્શનગીરી રાજેશ ગીરી ગોસ્વામી,વર્ષાબેન કિશોરગિરિ ગોસ્વામી. જયાબેન જેરામગીરી ગોસ્વામી. કોમલબેન ગોસ્વામી. છાયાબેન ગોસ્વામી. ગોસ્વામી.જેન્તીગીરી ગોસ્વામી. મહેશગીરી ગોસ્વામી. નકુપર્વત ગોસ્વામી. કિશોરગિરિ ગોસ્વામી. કાર્યક્રમનું સંચાલન ગુંસાઈ પંચના ચેરમેન કમલગીરી કેશવ ગોસ્વામી કર્યું હતું. આભાર વિધિ કોમલબેન કરી હતી

