કચ્છમાં સિંચાઇ માટે નર્મદાના પાણી પહોચાડવા રૂ. ૪૩૬૯ કરોડના કામોને વહિવટી મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તેવો મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતલક્ષી અભિગમ……

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.   આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપલાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.   એટલું જ નહિ, અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.  નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે ૩૮ જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં ૭ર.૪૬ કિ.મીટરની સારણ લિન્ક, ૧૦૬.૦ર કિ.મીટરની સઘર્ન લિન્ક તથા ૧૦૭ કિ.મીટરની નોર્ધન લિન્ક અને પર.પ૦ કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવેશ થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *