છેવાડાના માનવીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા

મંત્રીશ્રી મેરજાના હસ્તે રૂ. ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા નવા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

રાજકોટ તા.૧૯ ફેબ્રુઆરી-પડધરીમાં રૂ. ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે થયું હતુ.આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પંચાયત વિભાગના નેજા હેઠળ તરીકે ગામડાના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રાજયસરકાર પ્રયત્નશીલ છે. પ્રજાને પાણી, વીજળી. આવાસ, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે.

મહાનુભાવોએ ભૂમિ પૂજન વિધિ કર્યા બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવીનો વિકાસ માટે વધુ ને વધુ લોકકલ્યા્ણલક્ષી યોજનાઓનું અમલીકરણ કરાઇ રહયું છે. ખેડૂતોને વધુ ને વધુ ભાવ મળે તે માટે પણ સરકાર વિવિધ આયોજનો કરે છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદરે કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો- પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. વરસાદી પાણીને રોકવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વધુને વધુ થાય તો ખેડૂતો- લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકે.

પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલિયા અને અગ્રણી શ્રી મનસુખભાઈ ખાચરિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, દક્ષાબેન ચૌહાણ, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજુભાઈ બાંભવા , માર્કેટ યાર્ડ પ્રમુખ શ્રી અખિલસિંહ જાડેજા, આગેવાનો સર્વશ્રી પ્રવિણભાઈ હેરમા, શ્રી મહેશભાઈ અકબરી, શ્રી જગદીશભાઈ મુછડીયા, શ્રી ગીરીરાજસિંહ જાડેજા શ્રી સુમાબેન લુણાગરીયા, ડે. ડિડીઓ શ્રી રાહુલ ગમારા, મામલતદારશ્રી ભાવનાબેન સહિતના સ્થાનિક અને વહીવટીતંત્રના મહાનુભાવો, પ્રજાજનો ઉપસ્થિતિ રહ્યા હતા. આભારવિધિ હંસાબેને કરી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM