ખેલ મહાકુંભ માટે રમત ગમત ક્ષેત્રે પોતાનું હીર  ઝળકાવનારા ખેલાડીઓ… કોણે શું કહ્યું…?

ચાર શબ્દોનું આ સૂત્ર એ ગુજરાતના રમતવીરોના સામર્થ્યનું પ્રતિક છે.. એવું કહીએ તો અતિશયોક્તિ નહી જ ગણાય… છેલ્લા બે સપ્તાહ દરમ્યાન  રાજ્યના ખુણે ખુણે,  ‘ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્તંભ છે…’, ‘દેશમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યું છે…’, ‘ આજે ગુજરાતમાં ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઇ શકે તે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ થઇ રહ્યું છે…’ 

ખેલ મહાકુંભ માટે રમત ગમત ક્ષેત્રે પોતાનું હીર ઝળકાવનારા ખેલાડીઓ… કોણે શું કહ્યું…?

રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યના નાના ગામ-તાલુકા કે વિસ્તારના રમતવીરો આગળ આવે, જિલ્લા-રાજ્ય-રાશ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌઅવત પુરવાર કરે તે માટે રાજ્ય સરકારે એક અભિયાન હાથ ધર્યું છે. ખેલ મહાકુંભ અને શક્તિ દૂત યોજના તેનો જ હિસ્સો છે.  તેના પરિણમલક્ષી અમલના પગલે અનેક ખેલાડીઓ તેમનું સામર્થ્ય પુરવાર કરી શક્યા છે. તેઓ શું કહે છે…?  

( 1 ) સરિતા ગાયકવાડ ( દોડવીર ખેલાડી ) :-

‘રમતગમત ક્ષેત્રે મારી કારકિર્દીની શરૂઆત ખેલ મહાકુંભથી થઈ છે. ખેલ મહાકુંભ એ રમતગમત માટે એક પરફેક્ટ પ્લેટફોર્મ છે. મેં ખેલ મહાકુંભમાં મેડલ જીત્યો, ત્યારબાદ મને રાજ્ય સરકાર દ્વારા નડિયાદ ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. મારા માતા-પિતા ખેતી કરે છે જેથી દોડવા માટેના શુઝ ખરીદી શકું તેવી પરિસ્થિતિ પણ નહોતી ત્યારે સરકારની શક્તિદૂત સ્કીમ દ્વારા મને સહાય મળી જેના થકી હું અહિયાં સુધી પહોંચી. મને સરકાર દ્વારા ઘણી સહાય મળી છે જેના કારણે હું વિદેશમાં પણ રમતગમતમાં ભાગ લેવા જઈ શકી. ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનો માટે ખૂબ સરસ પોલિસીઓ લાવી છે…’

( 2 ) સનોફર પઠાણ ( રેસલર ખેલાડી ) :-

‘ હું છેલ્લા ૮ વર્ષથી સતત સ્ટેટ લેવલે ગોલ્ડ મેડાલિસ્ટ છું. મને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે સરકારે આર્થિક સહાય કરી છે. સરકારની પોલિસીના કારણે આજની યુવતી પણ રમતગમતમાં પોતાનું નામ રોશન કરી શકે છે. ખેલ મહાકુંભ એ રમતગમત ક્ષેત્રે આગળ વધવાનું સરસ પ્લેટફોર્મ છે માટે તમામ યુવક યુવતીઓએ આમાં ભાગ લેવો જોઈએ…’

( 3 ) અનૌસ્કા પરીખ ( બેડમિન્ટન ખેલાડી ) :-

‘ હું ૬ વર્ષની હતી ત્યારથી બેડમિન્ટન રમી રહી છું. સરકારની રમતગમત ક્ષેત્રની શકિતદૂત યોજના આવી. જે યોજનાએ મને અહીં સુધી પહોંચાડવા માટે ખૂબ સપોર્ટ કર્યો. અને મારા કરિયર માટે પણ મદદરૂપ બની છે. સરકારની મદદ વગર હું અહીં સુધી પહોંચી જ ના હોત..’.

( 4 ) ધ્યાના પટેલ ( ચેસ ખેલાડી ) :-

‘ હું ખેલ મહાકુંભમાં પાંચ વખત ચેમ્પિયન બની અને ત્યાંથી જ આગળ વધી છું. સરકાર ખેલ મહાકુંભ થકી રમતવીરોને આગળ વધારવા પ્રોત્સાહન આપે છે. શકિતદૂત સ્કીમ થકી અમને સરસ લાભ મળે છે જેથી અમે અલગ અલગ જગ્યાએ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકીએ છીએ…’

( 5 ) પ્રજ્ઞા મોહન ( સ્વિમિંગ, સાયકલીંગ અને રનીંગ ખેલાડી ) :-

‘ હું નાનપણથી જ રતમગમત ક્ષેત્રમાં છું. શકિતદૂત યોજનાએ મને ખુબ જ સહકાર આપ્યો છે. હું ૨૦૧૦ થી ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું. યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે ખેલ મહાકુંભ સરસ પ્લેટફોર્મ છે. માટે હું આજના યુવાનોને કહીશ કે, તમારે જરૂરથી ખેલ મહાકુંભમાં ભાગ લેવો જોઈએ…’

( 6 ) મોક્ષ જોષી ( ચેસ ખેલાડી ) :-

‘ હું ૨૦૧૮માં એશિયન ચેમ્પિયન્સ હતો. અને સરકારની રમતગમત ક્ષેત્રની શકિતદૂત પોલિસીના કારણે અહીં સુધી પહોંચ્યો છું. ખેલ મહાકુંભ એ યુવાનોને બધી રીતે વિકસિત કરે છે. અને હું શકિતદુતના લીધે જ બધી જગ્યાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ શકું છું અને તેના માટે હું સરકારનો આભારી છું…’

( 7 ) દેવ જાવ્યા ( ટેનિસ ખેલાડી ) :-

‘ હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને શકિતદૂત યોજનાને ખૂબ ધન્યવાદ આપું છું. જેમને મને આટલા વર્ષોથી સહકાર આપ્યો છે. એમના સહકાર વગર હું આટલો આગળ ના આવી શક્યો હોત. ખેલ મહાકુંભ એ એક એવું માધ્યમ છે જેના થકી રમતગમત ક્ષેત્રે પ્રતિભાવંત યુવાનો આગળ વધી શકે છે. હું પણ ખેલ મહાકુંભ રમી ચુક્યો છું અને ત્યાંથી જ આગળ વધ્યો છું…’  

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM