સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કાશ્મીર ફાઇલ્સ મૂવીના સ્પેશ્યલ શૉ સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું.

એસ. કે. યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા 914 વ્યક્તિઓને આ ફિલ્મ મફત બતાવીને એક દેશદાઝ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તારીખ ૧૭-માર્ચ ગુરુવારના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા કાશ્મીર ફાઇલ્સ મૂવીના સ્પેશ્યલ શૉ સ્ક્રીનીંગનું આયોજન મેહસાણા વાઈડ એન્ગલ થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું. કાશ્મીર ફાઇલ્સ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે જેમાં ૧૯૯૦ના સમયમાં  કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતોએ સહન કરેલી ક્રૂર વેદનાનો સાચો ચિતાર રજુ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યુ છે કે આ ફિલ્મમાં ઘણા વર્ષોથી દબાયેલા સત્યને દર્શાવવામાં આવ્યું છે જે ખુબ હિમ્મતની વાત છે. આ મુવી જોવા યુનિવર્સિટીના કર્મચારીઓ, નરેન્દ્ર મોદી વિકાસ મોરચાની ૨૫૦ બહેનો અને વિસનગર તાલુકાના સુજ્ઞ નાગરિકો સાથે મળી ૯૧૪ વ્યક્તિઓએ આ ફિલ્મ દર્શન થકી સમાજમાં આવા જટિલ  વિષયો પર જાગૃતિ લાવવાનું કાર્ય થઇ રહ્યું છે તે ખુબ ગૌરવ અને સ્વાભિમાનની બાબત છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારે ફિલ્મના મુખ્ય નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને કલાકારો અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારની કલાકૃતિ અને સાહસની પ્રશંશા કરી હતી. આ પ્રસંગે મહેસાણા જીલ્લા ભા.જ.પા.  પ્રમુખશ્રી શ્રી જશુભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી રાજુભાઈ પટેલ (આર.કે.) તથા પૂર્વપ્રમુખશ્રી જશુભાઈ પટેલે (કાંસા) પ્રેરક હાજરી આપી હતી. આ ફિલ્મ દર્શનના સફળ આયોજન બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવારે આયોજકો અને વાઈડ એન્ગલ થિયેટરના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડેવિડ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *