યુવા પેઢીનું ભવિષ્ય નમો ભારત

દરેક ભારતીય ના જીવન માં રાષ્ટ્ર હિત સર્વોપરી હોવું જોઈએ ‘:અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી

યુવા પેઢી નું ભવિષ્ય: નમો ભારત વૈશ્વિક ફલક પર ભારત નો તિરંગો આન બાન શાન મેળવી રહ્યો છે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ની દિર્ઘ દૃષ્ટિ અને કુશાગ્ર બુદ્ધિશક્તિ ને પરિણામે ભારત તમામ ક્ષેત્રો માં આગવી પ્રતિષ્ઠા ઊભી કરી રહ્યું છે આજે સમગ્ર દુનિયા માં ભારત સૌથી વધારે ચીજ વસ્તુઓ ની નિકાસ કરતો પ્રથમ નંબર નો દેશ બન્યો છે તેનાથી વિશ્વ મા ભારત દેશનું ગૌરવ વધતા પરોક્ષ રીતે દરેક ભારતીયનું ગૌરવ વધાર્યું છે દુનિયા ના વિકસિત દેશોમાં ભારતની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગ્યા છે પ્રજાજનો માટે એનાથી વધુ ગૌરવરૂપ બીજું શું હોઈ શકે . દેશ સુરક્ષિત રાષ્ટ્ર સુરક્ષિત હસે તો આ જમીન મકાન બંગલા ગાડીઓ કામની છે યુક્રેન રશિયાના હાલના યુદ્ધમા દરેક ભારતીય ને આ વાસ્તવિકતા સમજાઈ જવી જોઈએ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ મા ભાવ વધારાની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે તેના માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે તે હકીકત છે આ સંજોગોમા કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો ભાવવધારા ને લઇને ભારત દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય ની વિકાસ ની ગતિને અવરોધરૂપ વાતાવરણ ઉભુ કરી રહ્યા છે જે અંગે સ્વ વિવેક અપનાવવો હકીકત જાણી યોગ્ય નિર્ણય કરવો જોઈએ જેથી આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક કોઈ અન્યાય જાણ્યે અજાણ્યે ના કરી બેસીએ દેશ આર્થિક પ્રગતિ કરશે તો રોજગારીની તકો મા વધારો થશે અને પરિણામે આવક મા વધારો થશે જ અરવલ્લી જિલ્લા આયોજન મંડળ ની મંત્રીશ્રી ડો. કુબેર ભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લામા વિવિધ વિકાસલક્ષી 611 કામો માટે 897 લાખની મંજુરી આપવામાં આવી હતી આ તબક્કે દરેક ભારતીય ના જીવન માં રાષ્ટ્ર હિત સર્વોપરી હોવું જોઈએ એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *