લોકડાઉન બાદ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજમાં ધામધુમથી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન

રિપોર્ટ – હસુ ઠક્કર -ભુજ

છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના પરીવારજનો ને ગુમાવ્યા છે , આવા જીવાત્માના મોક્ષ અને કલ્યાણ માટે દર વર્ષે ચૈત્રમાસમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞનું આયોજન કરવામાં આવે છે , આ વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના સ.ગુ.પુરાણી મહંત સ્વામી ધર્મનંદનદાસજીની આજ્ઞા તેમજ તેમના આર્શિવાદ થી આગામી શ્રી નરનારાયણ દેવ દ્વિશાબ્દી મહોત્સવને અનુલક્ષીને સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે , આ કથાના આજ રોજ ત્રીજા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી સ્વામી નારાયણમુનિદાસજી કથાનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પૃથ્વીલોક પર અધર્મનો ફેલાવો થાય છે , ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે . એ પરંપરા ને અનુલક્ષી દરેક સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાય છે ત્યારે આજ રોજ ભુજ મંદિરમાં પણ નંદ ધેર આનંદ ભર્યો જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે . સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞના મુખ્ય યજમાનો સાથે ભુજમંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી , સ.ગુ.ઉપમહંત પુરાણી સ્વામી ભગવદ્ભુવનદાસજી , સ.ગુ. પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી , પાર્ષદ કોઠારીવર્ય જાદવજી ભગત , વિગેરે સંતોએ ભગવાન શ્રી કૃષ્ણને પારણીયે ઝુલાવી ભગવાનનાં આગમન ને વધાવ્યા હતા , આ ધાર્મિક સપ્તાહ દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃતીઓ મંદિર તરફથી કરવામાં આવી રહી છે આ પ્રસંગે અંજાર , માંડવી , પ્રસાદી મંદિર ભુજ તેમજ કચ્છ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગુરૂકુળ ના સંતો પણ આ ભાગવત સપ્તાહ માં પધારી સંત શોભાવૃધી કરી રહ્યા છે , આ કથા સપ્તાહ આયોજન માં સ.ગુ.કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી , કોઠારી સ્વામી દેવસ્વરૂપદાસજી , સ્વામી પુરુષોત્તમસ્વરૂપદાસજી , સ્વામી દિવ્યસ્વરૂપદાસજી , સભા સંચાલક શા.સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી , શા.સ્વામી હરિકૃષ્ણદાસજી , વક્તા શા.સ્વામી શુકદેવસ્વરૂપદાસજી , શા.સ્વામી શ્રીરંગદાસજી , શા.સ્વામી સુખનંદનદાસજી , શા.સ્વામી આનંદવલ્લભદાસજી , સંગીતકાર સ્વામી અક્ષરમુક્તદાસજી , સ્વામી નીલકંઠમુનિદાસજી , તબલાવાદક સ્વામી કપિલમુનિદાસજી , સ્વામી નરનારાયણસ્વરૂપદાસજી , સ્વામી કૃષ્ણવિહારીદાસજી પુજારીસંત મંડળના મહંત સ.ગુ.સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી , સ.ગુ.સ્વામી શ્રીહરીદાસજી , સ્વામી નારાયણદાસજી , સ્વામી ઉત્તમપ્રિયદાસજી , સ્વામી હરિપ્રસાદાસજી , તેમજ દરેક મંડળ સંતો સાથે પાર્ષદ ખીમજી ભગત તેમજ દિનેશ ભગત વ્યવસ્થા સંભાળી દરેક કાર્યમાં સહયોગ આપી રહ્યા હોવાનું મંદિરના સંત કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM