મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તારીખ ૧૩–૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય સરકારના માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરીયા , પ્રદેશ અગ્રણીશ્રી રાઘવજીભાઈ ગડારા , શ્રી અનિલભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લાના સંગઠનના પ્રભારીશ્રી ભાનુભાઈ મેતા , મોરબીના આગેવાનશ્રી વેલજીભાઈ બોસ , મહામંત્રીશ્રી રણછોડભાઈ દલવાડી , શ્રી જયુભા જાડેજા , શ્રી જેસંગભાઈ હુંબલ તેમજ મોરબી – માળીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકારના પંચાયત અને શ્રમ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા તથા હળવદ – ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા તથા જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શીહોરા , જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા , શહેર ભાજપના પ્રમુખશ્રી લાખાભાઈ જારીયા , શહેર ભાજપ મહામંત્રીશ્રી રીશીપભાઈ કૈલા , ભાવેશભાઈ કંઝારીયા તથા ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના આગેવાનોને સાથે રાખી મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ દરમિયાન રજુઆત કરવામાં આવેલ હતી . આરોગ્ય મંત્રીશ્રીએ સર્વે આગેવાનોને પુર્ણ ખાતરી આપેલ હતી કે અગાઉ મોરબી જીલ્લામાં જે કોલેજ મંજુર થઈ હતી એ જ પ્રમાણે રહેશે . કોઈપણ જાતનો એમાં બદલાવ કરવામાં આવશે નહિ તેવી ખાતરી આપેલ છે . કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ અંગે આજરોજ જે પ્રેસ કોન્ફરન્સ કરી મોરબી જીલ્લાની પ્રજાને જયારે ગુમરાહ કરી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાના ૭૦ વર્ષના શાસનકાળમાં મોરબી જીલ્લાના તાલુકાઓમાં શું વિકાસ કર્યો છે તે પ્રજા જાણે છે . માટે પ્રજા કોંગ્રેસને જાકારો આપી રહી છે . મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ માટે ઉપવાસ આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરવાના જે પ્રયત્નો કરે છે તેને મોરબી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા જીલ્લા ભાજપના આગેવાનોએ આ કૃત્યની ઘોર આલોચના કરી મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોરબી જીલ્લાની દરેક પ્રજાને સરકારની સુશાસનની સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરકારી ધોરણે મળી રહે તે માટે હરહંમેશ સંકલ્પિત છે અને સદાય સંકલ્પિત રહેશે તેવું જીલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM