”રાજકોટ જીવનનગરમાં હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી”


– શહેર ભા.જ.પ. ના હોદ્દેદારોએ હાજરી આપી.
– મહાપ્નસાદમાં રહીશોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો.
– આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહોત્સવ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે મહાપ્નસાદમાં રહીશોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આગામી સ્વાતંત્ર્ય પર્વ, ગણેશ મહોત્સવ સાથે નવરાત્રિ મહોત્સવની જાહેરાત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાજશ્રીબેન ડોડિયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સંગીતાબેન છાયા, વોર્ડના મહામંત્રી પરેશભાઈ તન્ના, પાર્થ ગોહેલ, ભા.જ.પ. ના આગેવાનોએ હાજરી આપી મહાઆરતીમાં ભાગ લીધો હતો. મંદિરને ભવ્ય શણગારતા સમિતિની પ્નશંસા કરી હતી. સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું રહીશો વતી આવકારી છેલ્લા ૪૦ વર્ષથી સમિતિની કામગીરીની રૂપરેખા આપી હતી. મંદિરને માનવતાનું પ્નતિક બનાવવામાં લોકોનો સહયોગ મળેલ છે તેની વિગત આપી હતી.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટની સંયુકત યાદીમાં જણાવાયું કે આગામી સ્વાતંત્ર્ય પર્વ, ગણેશ મહોત્સવ સાથે નવરાત્રિ મહોત્સવની જાહેરાત કરવામાં આવી હતી. પ્નાચીન ગરબીમાં આ વષ્ર્ો ૪ર બાળાઓને પ્નવેશ આપવામાં આવશે. મહાપ્નસાદમાં યોગદાન આપનારાની કદર કરવામાં આવી હતી. મહિલા મંડળની એકતાને કારણે સફળતા મળે છે તેવી વાત મુકી હતી.
હનુમાન જયંતિએ સવારે પ્નભાતફેરી, સુંદર કાંડના પાઠ, હનુમાન ચાલીસા, સત્સંગ, ભજન, કર્તનિ, મહાઆરતી, દિપમાલા, શણગાર સહિત આયોજનોમાં લોકોનો ભરપુર સહયોગ મળ્યો હતો. મહિલા મંડળે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
સમિતિના મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, વિનુભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, નવીનભાઈ પુરોહિત, શૈલેષભાઈ પુજારા, ગોવિંદભાઈ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, સંજય ધકાણ, પ્નકાશ ગોહિલ, પાર્થ ગોહેલ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન રાવલ, ક્રિષ્નાબેન પંડયા કેનેડા, કલ્પનાબેન ભટ્ટ, અલ્પાબેન ભટ્ટ, ભદ્રાબેન ગોહેલ, રેખાબેન વાઢેર, કુસુમબેન ચૌહાણ, પ્નફુલ્લાબેન બોરીચા, જયાબેન શાપરીયા સહીત અનેક સદસ્યોએ જયંતિને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદરાય જે. ભટ્ટે કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM