-જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના 545માં પ્રાદુર્ભાવ ઉત્સવની ઉજવણી વ્રજધામ સંકુલ ખાતે સંપન્ન થઇ


રિપોર્ટ : ચિરાગ પાન્ડેય
સંસ્કારીનગરી-કલાનગરી વડોદરાના માંજલપુર વિસ્તાર સ્થિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું આધ્યાત્મિક સંકુલ “વ્રજધામ સંકુલ” ખાતે સનાતન હિન્દૂ ધર્મના મુખ્ય આચાર્યોમાં પાંચમા આચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 545માં પ્રાદુર્ભાવ ઉત્સવની ભવ્ય ઉજવણી VYO વડોદરા તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ પરિવારના તત્વાવધાનમાં સંપન્ન થઇ હતી.
શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં વ્રજધામ ખાતે આજે ભક્તિ સંગીત સંધ્યાની રમઝટ જામી હતી જેમાં સચિન તથા આશિત લિમયે દ્વારા શ્રીકૃષ્ણભક્તિ ગીતોની રમઝટ જમાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉત્સવને વધાવતા ઉપસ્થિત હજારો ભાવિકજનોને પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજીએ મનનીય આશીર્વચનથી રસતરબોળ કર્યા હતા. પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે; શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ ના જ અવતાર છે. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ સ્વરૂપ, ગુરુ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજી સ્વરૂપ આમ ત્રિવિધ રૂપથી આજે પણ ભૂતલ પર પોતાની 84 બેથકજી માં બિરાજે છે .
શ્રીમહાપ્રહુજી એ શ્રીમદ ભાવગત ગ્રંથની સમુચિત ભારતમાં મહિમા વધારી છે.
શ્રીમહાપ્રહુજીનો વિજયનગરમા ભવ્ય શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કનકાભિષેક કરવામા આવ્યો હતો અને એમાં 7000 સોના મોહરનુ દાન ગરીબ બ્રાહ્મણોમાં કરવામાં આવ્યુ હતું. અને આ વેળાએ સભામાં ઉપસ્થિત હિન્દૂ ધર્મના તમામ આચાર્યોએ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને પાંચ માં જગદ્ગુરુ આચાર્યની પદવી પ્રદાન કરી હતી.
શ્રી મહાપ્રભુજી ભગવાન શ્રીકૃષ્ણ ના મુખારવિંદના અવતાર છે.
શ્રી મહાપ્રભુજી એ નિષ્કામ ભક્તિના પુષ્ટિ સંપ્રદાયનું સંસ્થાપન કર્યું ,જેમાં સંસારને છોડવાની જારૂર નથી પણ સંસારમાં પ્રભુને પધરાવવાની જરૂર છે .
જીવનના ઉતાર ચઢાવમાં કોઈ વાર સંસારમાં દુઃખ રૂપી અંધકાર આવી જાય છે ત્યારે એમાં ભક્તિ રૂપી જનરેટર ફરીથી પ્રકાશ આપણને પ્રાપ્ત કરાવે છે.
પુષ્ટિમાર્ગમાં લોકો ભગવાન શ્રીકૃષ્ણને પરિવારના સભ્ય સ્વરૂપે પધરાવી પોતાના ઘરને મંદિર બનાવી જીવનને ધન્ય બનાવે છે.
મર્યાદા માર્ગ મા ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મંદિ મા જ થાય છે જયારે પુષ્ટિમાર્ગમા પ્રભુનુ સ્વરૂપ આવિર્ભાવ કરવામાં આવે છે.
ઘર ઘર માં શ્રીઠાકરોજી પુષ્ટિ થઈને બિરાજે છે અને સહ પરિવાર વૈષ્ણવો સેવા કરે છે.
શ્રીમહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે અને જીવ એ પ્રભુનું અંશ છે.શ્રીમહાપ્રભુજીના દ્વારા શ્રીમદ ભગવતજી આધારે લખેલી ટીકા સુબોધિનીજી જે વિશ્વમાં પ્રસિદ્ધિથી પ્રસરી. શ્રીમહાપ્રભુજીનું શ્રી યમુનાષ્ટક અને શ્રી મધુરાષ્ટક આજે વિશ્વભરમાં કરોડો જીવોને કૃતાર્થ કરે છે.
ત્યારે આ પ્રસંગે VYO વડોદરા દ્વારા શ્રીમહાપ્રભુજીની મહાઆરતી નું આયોજન થયું છે જેમાં પૂજ્ય મહારાજશ્રી સાથે હજારોની સંખ્યામાં ભાવિકજનોએ પારંપરિક દીવા સાથે શ્રી મહાપ્રભુજીની મહાઆરતી કરી હતી. વ્રજધામ સંકુલમાં બિરાજતા શ્રીપ્રભુના સુખાર્થે ભવ્ય દિવ્ય પુષ્પ વિતાન મનોરથના દર્શન કરીને સૌ ભાવિકજનો ભાવવિભોર બન્યા હતા.
