અરવલ્લીના મોડાસાનું પ્રસિધ્ધ સિદ્ધિ વિનાયક મંદિર સુવર્ણ સિંહાસનથી સજ્જ પ્રથમ મંદિર બન્યું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું પ્રસિદ્ધ મનોકામના સિદ્ધિ વિનાયક કે જે ભક્તોની અપાર શ્રદ્ધા અને મનોકામના પૂર્ણ કરવા માટે ખૂબ જ જાણીતું છે. મનોકામના સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા ચૈત્ર વદ બારસના દિવસે પાટોત્સવ નિમિત્તે મંદિરમાં સુવર્ણ સિંહાસન પર દાદા ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એકમાત્ર સુવર્ણ સિંહાસન ધરાવતું મંદિર મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર બન્યું છે ડૉ. યોગેશભાઈ ઉપાધ્યાયના પરિવાર તથા ટ્રસ્ટ પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી સુવર્ણ સિંહાસનનો અનાવરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાવાસીઓ તથા મોડાસા નગરજનો દાદાના સુવર્ણ સિંહાસન દર્શનનો લાભ કરી શકશે અને સુવર્ણ સિંહાસન માટે યથાશક્તિ યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓ અને ભક્તનો ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટના સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ તથા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *