નવેમ્બર સુધીમાં ભારત આવી જશે રશિયન વેક્સીન

ડૉ. રોડ્ડીઝ લેબ એ ભારતમાં કોરોનાની 10 કરોડ વેક્સીન વેચવા માટે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે કરાર કર્યા છે. આ રશિયન વેક્સીન નવેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. આ ખબર મળ્યા બાદ ડૉ. રેડ્ડીઝના શેર્સના ભાવ 181 રૂપિયાના વધારા સાથે 4624.45 પર પહોંચી ગયા હતા.
 
ખબર અનુસાર RDIF એ રશિયન વેક્સીન સ્પુતનિક વીના ભારતમાં ક્લિનીકલ ટ્રાયલ અને વિતરણ માટે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યા છે. તે અનુસાર રશિયન કંપની ભારતને 10 કરોડ વેક્સીન આપશે.
 
RDIF ના સીઈઓ કિરિલ ડિમિટ્રિવે નિવેદન આપ્યુ હતુ કે ટ્રાયલ સફળ રહ્યુ તો નવેમ્બર સુધીમાં વેક્સીન ભારતમાં આવી જશે. ડૉ. રેડ્ડીઝ રશિયામાં 25 વર્ષથી કારોબાર કરી રહી છે, તે ભારતની પ્રમુખ કંપનીઓમાંથી એક છે. ડૉ. રેડ્ડીઝના મેનેઝિંગ ડાયરેક્ટર જીવી પ્રસાદે કહ્યુ હતુ કે આ વેક્સીનના ફેઝ 1 અને ફેઝ 2 ના પરિક્ષણો સફળ રહ્યા છે. હવે તેના ત્રીજા ફેઝનું પરિક્ષણ અમે ભારતમાં કરીશુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *