મહીસાગર જિલ્લામાં અત્યાધુનિક સ્પોર્ટસ સેન્ટર માટે રૂા. પાંચ કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

રમતોથી યુવાનોમાં એકતા અને ભાતૃભાવ પેદા થાય છે – ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર

ચાવડીબાઇના મુવાડા ખાતે બાવન પાટીદાર સમાજ આયોજિત યુથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને લુણાવાડા ખાતે મહીસાગર પ્રિમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મહીસાગર જિલ્લાના યુવાનો પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી રાજયના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મહીસાગર જિલ્લામાં ગોહિલના મુવાડાથી લુણાવાડાની વચ્ચે દેશના અત્યાધુનિક સ્પોર્ટસ સેન્ટરો જેવું જ આધુનિક સ્પોર્ટસ સેન્ટર બનાવવા માટે ૧૫ એકર જમીનમાં બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે રાજય સરકારે જગ્યાની કામગીરી પૂર્ણ કરી દીધી છે અને સ્પોર્ટસ સેન્ટરના પ્લાન માટે કામગીરી ચાલુ કરી દેવાની સાથે રૂા. પાંચ કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે.
મહીસાગર જિલ્લાના ચાવડીબાઇના મુવાડા ખાતે બાવન પાટીદાર સમાજ આયોજિત યુથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજયના ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર અને પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ તેમજ લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. સાથે મહીસાગર પ્રિમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી શ્રી સંઘવીએ મહીસાગર જિલ્લામાં સ્પોર્ટસ સેન્ટર સાકાર પામતાં જિલ્લાના પ્રતિભશાળી યુવાનો માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બનવાની સાથે અહીં તેઓને જરૂરિયાત આધારિત સેવાઓ, રમત-ગમતના આધુનિક સાધનો કોચિંગ અને નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ પ્રાપ્ત થતાં જિલ્લાનો યુવાનો વિવિધ રમતોમાં ભાગ લઇને ગુજરાત અને દેશનું ગૌરવ વધારશે તેવી આશા વ્યકત કરી હતી.
શ્રી સંઘવીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નાની-મોટી મુશ્કેલીઓના નિવારણ માટે જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની આધુનિક સુવિધાઓથી સુસજજ કચેરી આવનારા દિવસોમાં કાર્યરત કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ગૃહ રાજય મંત્રી શ્રી સંઘવીએ આવી ટુર્નામેન્ટો અને રમતોથી યુવાનો વધુ સશકત બનવાની સાથે જિલ્લો અને લુણાવાડા વધુ સશકત બને અને ટીમ ભાવનાથી આગળ વધશે તેવી આશા વ્યકત કરી આ વિસ્તારના વિકાસ માટે સૌના સાથ-સહકારથી આગળ વધીશું તેમ કહ્યું હતું. તેમણે વધુમાં રાજય સરકારની વિકાસ યાત્રામાં સૌને સહભાગી થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજયના ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં આવી રમતોથી યુવાનોમાં એકતા અને ભાતૃભાવ પેદા થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં યુવાનોને રમતોમાં હાર-જીત થતી રહે છે ત્યારે હાર-જીતને મહત્વ ન આપતાં સર્વેમાં એકતા અને સંપ જળવાઇ રહે અને તમામ નિર્ણયોનો સ્વીકાર કરી જીવનમાં આગળ વધતા રહેવાની શીખ આપી હતી.
મંત્રી શ્રી ડીંડોર રાજય સરકાર દ્વારા મહીસાગર જિલ્લાના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસ કામોની ઝાંખી કરાવી રાજય સરકારની આ વિકાસ યાત્રામાં સહભાગી થવા જણાવ્યું હતું.
શ્રી ડીંડોરએ રાજય સરકાર ગુજરાતના નાગરિકોની આશા-આકાંક્ષાઓને સાકાર કરવાની સાથે સમાજના દરેક વર્ગની અપેક્ષાએ પૂર્ણ કરવા કટિબધ્ધ હોવાનું ઉમેર્યું હતું.
લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકએ લુણાવાડા ખાતે યોજાયેલ મહીસાગર પ્રિમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોની વિગતો આપી મહીસાગર જિલ્લામાં રાજય સરકાર દ્વારા આકાર જિલ્લાના યુવાનો માટે નિર્માણ કરવામાં આવનાર સ્પોર્ટસ સેન્ટર બદલ રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોને રમત દરમિયાન એકતા અને સંપ જાળવી રાખવાની સાથે અમ્પાયરોના નિર્ણયને માન્ય રાખવાની શીખ આપી મહીસાગર જિલ્લાના વિકાસ માટે રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ અને આગામી સમયમાં કરવામાં આવનાર વિકાસ કામોની વિગતો આપી હતી.
બાવન પાટીદાર સમાજ આયોજિત યુનાઇટેડ યુથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક શ્રી જયપ્રકાશ પટેલે સ્વાગત પ્રવચન કરી ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોની વિગતો આપી ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોને ટુર્નામેન્ટ દરમિયાન ખેલદિલીની ભાવનાથી રમતનો આનંદ માણવા જણાવ્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અને તાત્રિક શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબરેભાઇ ડીંડોર અને લુણાવાડાના ધારાસભ્યશ્રી જીગનેશભાઇ સેવક સાથે લુણાવાડાના પૈરાણીક જૈન મંદીરની મુલાકાત, દર્શન કરી ઉપાશ્રયના ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ લુણાવાડા ઇન્દીરા મેદાન ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ક્રિકેટ રમી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા, પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા, શ્રી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી, પોલીસ અધિક્ષકશ્રી આર.પી. બારોટ, અગ્રણી શ્રી રાવજીભાઇ, શ્રી પ્રદિપસિંહ રાઠોડ, સહિત જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, બાવન પાટીદાર સમાજના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, સમાજના અગ્રણીઓ, સરપંચશ્રીઓ તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ ટીમોના ખેલાડીઓ, નાગરિકો અને ક્રિકેટ પ્રેમીઓ મેચનો લ્હાવો માણવા ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM