ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારના ‘યોગમય ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ અને વહીવટીતંત્ર મોડાસાના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય યોગ શિબિર કાર્યક્રમનો આરંભ કે.એન.શાહ હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ શિબીર સવારના ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન યોજાઇ હતી. આજથી આરંભ થયેલ યોગ શિબીરને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, રા.ક.ના આદિજાતિ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીન્ડોર, જિલ્લા કલેકટરશ્રી ડૉ,નરેન્દ્રકુમાર મીણાના નગરપાલિકા પ્રમુખ શ્રી જલ્પાબેન ભાવસાર અને સંતશ્રી દેવગીરી મહારાજના હસ્તે આ શિબીરનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ યોગ શિબીરમાં સમગ્ર અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર, સરકારી અધિકારી, કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *