અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન- અમૃત યોજના

વિકાસની વણથંભી યાત્રામાં જનસહયોગ મહત્વપૂર્ણ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

હમીરસર તળાવ કિનારે રૂ.૫૪.૬૬ લાખના ખર્ચે  નિર્માણ થનાર પાર્કનું ખાર્તમુહુર્ત કરાયું

ભુજના હાર્દસમા હમીરસર તળાવના કિનારે રૂ.૫૪.૬૬ લાખના ખર્ચે નિર્માણ થનારા શ્રીજી પાર્કનું ખાતમુહુર્ત વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે કર્યુ હતું. સરકારની અટલ મિશન ફોર રીજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, અમૃત યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા પારેશ્વરચોક ભુજ મધ્યે બનનારા આ કલ્ચરણ પાર્કને શ્રીજી પાર્કનું આ તકે નામકરણ કરતાં અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસની યાત્રા વણથંભી હોય છે. જેનાથી સરકાર લોકભાગીદારી સાથે જનસહયોગથી જનસુવિધાઓ અને સુખના વિકાસના કામો આગળ વધારતી રહે છે. વિકાસની વણથંભી યાત્રામાં જનસહયોગ મહત્વપૂર્ણ છે. અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે ભૂકંપમાં વિવિધ સંસ્થાઓ તૈયાર કરાયેલ ૨૦ હજાર મકાનોનો માલિકી હક્ક આપવાનો નિર્ણય કર્યો છે જે પૈકી ભુજમાં પણ વર્ધમાનનગર, રઘુવંશીનગરના પ્રજાજનોનો પણ સમાવેશ થશે. કુલ ૯ કરોડના ખર્ચે ચાર રીલોકેશન સાઇટના રસ્તા રીસર્ફેસીંગ જેવા વિવિધ થઇ કુલ રૂ.૫૦ કરોડના વિકાસ કામો ભુજમાં નજીકના સમયમાં પૂર્ણ કરાશે. લોકોની સુવિધા માટે નગરપાલિકાની ટીમ સક્રિય છે. રૂ.૨૭ કરોડના ખર્ચે આંતરીક ગટર પ્રશ્નો પૂર્ણ કરાશે. રૂ.૪૧ કરોડની નલ સે જલ યોજનાનો લાભ., ચાર ઝોનમાં પાંચ પાણીના ટાંકા તૈયાર કરાયા છે. આમ આ તકે વિવિધ વિકાસ કામો અંગે પણ તેમણે માહિતી આપી હતી. ભુજમાં પીવાના પાણીની બે કરોડ લિટરની ક્ષમતાવાળા સ્ટોરેજ, ચોવીસ કુવા આવ ઉમાસર તળાવ કામગીરી અને હમીરસર બ્યુટીફિકેશન કામગીરી તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ તળાવ નિર્માણના અનુરોધના પગલે ટુરિઝમ હબ ભુજ પાણીના તળાવોથી ભરેલું રહે તેમજ સદભાવના સંસ્થાના ૭૫ હજાર વૃક્ષ ઉછેરથી ઘટાટોપ વૃક્ષોથી આચ્છાદિત થઇ મંદિરોની નગરી સૌનું આકર્ષણનું પણ કેન્દ્ર બનશે. આ તકે તેમણે કારોબારી ચેરમેનશ્રી જગતભાઇ વ્યાસ દ્વારા નિર્મિત શ્રીજીની હવેલી તેમજ નગરપાલિકાની ટીમની વિકાસ તત્પરતા માટે પ્રસંશા કરી હતી. સ્વાગત પ્રવાચનમાં નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકરે ભુજના વિકાસ કામો અને તેમાં અધ્યક્ષાશ્રીનો ત્વરિત હકારાત્મક સહકાર અને ગ્રાન્ટ ફાળવણી બાબતે વિગતે રજુઆત કરી હતી. શ્રી જગતભાઇ વ્યાસે પારેશ્વર ચોક ખાતે નિર્માણ થનાર શ્રીજી પાર્કમાં ગ્રીન સ્પેસ, સાંસ્કૃતિક પ્રવૃતિ, બાળકોના પ્લે પાર્ક, સીટીઝન બેઠક વ્યવસ્થા અને પ્રવાસી બેઠક આરા નિર્માણ વિશે માહિતી આપી હતી. ટોકન ભાડાવે ભાડાએ પાર્ક માટે જગ્યા ફાળવી તેનો આભાર માન્યો હતો. આ તકે નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન સર્વશ્રી કમલભાઇ ગઢવી, રાજેશભાઇ ગોર, મનુભા જાડેજા, ધીરેનભાઇ લાલન, હનીફભાઇ માંજોઠી, ઘનશ્યામભાઇ સી.ઠકકર, ચીફ ઓફીસરશ્રી જીગરભાઇ પટેલ, ઈજનેરશ્રી ભાવિકભાઇ ઠકકર, દંડકશ્રી અનિલભાઇ છત્રાળા, શાસકપક્ષ નેતાશ્રી અશોકભાઇ પટેલ, વોર્ડ નં.૬ ના કાઉન્સીલર સર્વશ્રી જિતેન્દ્રસિંહ ઝાલા, નસીમા ઈબ્રાહિમ પઠાણ, સંજયભાઇ ઠકકર, હિનાબા ઝાલા, હકીભાઇ ઠકકર, જયંતભાઇ ઠકકર, કમલ ગઢવી, જયોતિબેન ભટૃ, ઈજનેરશ્રી મિતુલ ઝવેરી, નગર સેવકો સર્વશ્રી અને સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *