આહવા ખાતે શિવણ કલાસના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા

દિવાળીબેન ટ્રસ્ટ-બારડોલી દ્વારા આહવા ખાતે નિઃશુલ્ક ચાલતા ત્રિમાસિક શિવણ ક્લાસના તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.       આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત એક કાર્યક્રમમા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી નીલમ ચૌધરી, અને યુવા સામાજિક કાર્યકર શ્રી સિદ્ધાર્થ હિરે ના હસ્તે ૨૭ જેટલા તાલીમાર્થીઓને આ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. ગત તા.૭ ફેબ્રુઆરી થી ૭ મી મે, ૨૦૨૨ દરમિયાન આયોજિત આ તાલીમ વર્ગમા, તાલીમાર્થીઓને શિવણ મટિરિયલ અને કિટમા પચાસ ટકા સહાય આપવામા આવી હતી. જ્યારે ત્રિમાસિક તાલીમ સંપૂર્ણ રીતે વિનામૂલ્યે પુરી પાડવામા આવી હતી. મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવતી આ તાલીમ બાદ, તાલીમાર્થીઓને જરૂર પડ્યે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત્ત કરવા માટે પણ, સંસ્થા સહયોગી બનશે તેમ ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડીનેટર શ્રી રાજેશ પટેલે જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *