સિદ્ધપુરના વિકાસ કાર્યોને વેગ: ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર વિસ્તારના વિવિધ લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ અર્થે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, નગરપાલિકા સદસ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી, શહેર અને તાલુકા મહામંત્રીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, TDOશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ (માર્ગ અને મકાન, સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ) તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી:


1. પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા: સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પાણી, રસ્તા, લાઈટ અને સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો અને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી.

2. વિકાસ કાર્યોની પ્રગતિ: હાલ પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી તેને નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી.

3. લોકરજૂઆતોનો નિકાલ: નાગરિકો તરફથી મળેલી રજૂઆતો અને સમસ્યાઓનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને ઝડપી પૂર્ણતા લોકોની રજૂઆતો અને સમસ્યાઓનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ કરવામાં આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *