મોરબીના રવાપર નદી ગામના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનમાંથી રોકડ રકમ અને દાગીના સહીત કુલ રૂ ૨.73 લાખની મત્તા ચોરી પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે અને ચોરીના બનાવોમાં વધારો જોવા મળે છે જેમાં ફરિયાદી ખુમાનસિંહ મોબતસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના રાત્રીથી તા. ૧૮ ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં તેના મકાનમાં પ્રવેશ કરી રૂમમાં કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના કીમત રૂ ૧,૧૨.૨૦૪ રૂપિયા અને રૂ ૧.૫૦ લાખ રોકડા તેમજ પાકીટમાં રાખેલ રોકડ રૂ ૧૧,૦૦૦ સહીત કુલ રૂ ૨,૭૩,૨૦૪ ની કિમતનો મુદામાલ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેજીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે તો તસ્કરો એક બાદ એક ચોરીને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે તો પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે અને પોલીસનો ગુનેગારોને ડરના હોય તેવું લગીર રહ્યું છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *