ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા સતત ચાલી રહેલ ડ્રાઇવ અન્વયે લવારપુર તથા ગાંધીનગર-હિંમતનગર હાઇવે પર હોટલ-રેસ્ટોરન્ટની તપાસ, ૦૫ ને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ . બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ પણ કરાવાયો

ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૬ લવારપુર તેમજ ચિલોડા -હિંમતનગર હાઇવે પરની કુલ ૦૮ હોટલ-રેસ્ટોરન્ટ ની “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” હેઠળ તપાસ કરવામાં આવી જેમાં ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. ઉક્ત સ્થળો એ ઉક્ત ધારા હેઠળના સેનીટેશન અને હાઇજીનીક જોગવાઇ મુજબના શિડ્યુલ-૪ ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે તે પૈકીની ૦૫ હોટલ રેસ્ટોરન્ટ ૧. ગુજરાત ઢાબા, લવારપુર ૨.જય ભવાની કાઠીયાવાડી ઢાબા,લવારપુર ૩.હોટલ બ્લ્યુ રોક, લવારપુર હાઇવે, મોટા ચિલોડા ૪. સ્વસ્તિક હોટલ, શિહોલી ૫. શ્રી અભિનંદન ફાસ્ટફુડ, મોટા ચિલોડા ને “ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬” હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવેલ છે આ પેઢીઓ માં ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ બાદ પણ જો સુધારો નહીં જણાય તો આગળની સખત કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઉપરાંત અન્ય પેઢીઓ ૧.પુરોહિત દાલબાટી ૨.ઇન્ફીનીટી ફુડ કોર્ટ તથા ૩.ઝીબ્રાતા ફુડ કોર્નરની પણ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. વધુંમા પુરોહિત દાલબાટી ખાતેથી દાળ તથા સેવ ટામેટાનું શાક ના નમુનાઓ તેમજ ગુજરાત ઢાબા ખાતેથી રીંગણનું ભડથું તેમજ પુલાવ ના નમુનાઓ લેવામાં આવેલ છે જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત હોટલ માંથી બિનઆરોગ્યપ્રદ સ્થિતીમાં રહેલ ખાદ્યચીજનો ૧૦ કિગ્રા જય ભવાની કાઠિયાવાડી ઢાબા માંથી આશરે ૦૫ કિગ્રા ચટણી તથા ભાજી તેમજ સ્વસ્તિક હોટલ માંથી સીઝનીંગ મસાલા, પેરી પેરી પાવડર તેમજ બ્લેક પીંપર પાવડર નો આશરે ૦૮ કિગ્રા જથ્થો નાશ કરાવાવામાં આવેલ છે આમ, કુલ આશરે રુ ૪૩૦૦- નો ૨૩ કિગ્રા જથ્થો પણ નાશ કરાવવામાં આવેલ છે.
વધુમાં તપાસ કરેલ પેઢીઓમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ ભોજન આપવામાં આવે તે સુનિશ્વિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ“ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬” તેમજ તે હેઠળના તમામ રેગ્યુલેશન્સ ની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
વધુમાં ગાંધીનગર જિલ્લામાં તમામ હોટલ રેસ્ટોરન્ટ, લારીઓ ને તંત્ર દ્વારા ખાસ સુચના સહિત અપીલ કરવામાં આવે છે કે ખોરાક બનાવતી વખતે તેમજ ખોરાક પીરસતા ફુડ બિઝનેશ ઓપરેટરએ કેપ, એપ્રોન તથા ગ્લવ્ઝ ફરજીયાત પહેરવા તેમજ તૈયાર ખાદ્યચીજની બનાવટમાં કોઈપણ પ્રકારના કલર નો ઉપયોગ ન કરવા તેમજ ન્યૂઝપેપર નો પણ ઉપયોગ નહીં કરવા અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ માં ખાદ્યચીજ બનાવવા અને પીરસવા સૂચના આપવામાં આવે છે અને તંત્ર દ્વારા આ તપાસ સતત ચાલું રાખવામાં આવશે અને “ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬”ની જોગવાઇઓનું પાલન થાય તે સુનિશ્વિત કરવામાં આવશે અને જોગવાઈ ના કોઈપણ પ્રકારના ભંગ બદલ લાયસન્સ / રજીસ્ટ્રેશન સર્ટી. કાયમી ધોરણે સસ્પેન્ડ કે રદ્દ કરવા સુધીની તેમજ ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર એ જિલ્લાના તમામ નાગરીકોને શુધ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે.