આંતરરાષ્ટ્રીય ચા દિવસની સહુ ને હાર્દિક શુભેચ્છાઓ.- બળવંતસિંહ રાજપૂત

ગરીબના ઘરથી લઇ રાજા મહારાજાના ઘરમાં પરિવાર સાથે મળી પીવાતું આપણું કોમન પીણું એટલે ચા. ચા કે કીટલી મારા જીવન સાથે એક તાંતણે બંધાયેલા છે. નાનપણ થી લઈ અત્યાર સુધી મારા અને મારા પરિવારના સુખ દુઃખનો સાથી મારો પાનનો ગલ્લો જ્યાં અસંખ્ય વાર ચા પીધી અને મિત્રો તથા સગા સંબંધીને પીવડાવી અને આજે પણ એને મારા પ્રેરણાસ્ત્રોત તરીકે જાળવી રાખેલ છે .

આજે પણ જ્યારે અંતરમનથી પ્રેરણા લેવાનું મન થાય તો પાનના ગલ્લા પર મિત્રો સાથે ખુલ્લામાં ચા પીવું તો ઘણું પ્રોત્સાહન મળે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિતે સિદ્ધપુરમાં મિત્રો સાથે દેશી ચાની મોજ સાથે, મારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે ચાય પે ચર્ચાના અવિસ્મરણીય પ્રસંગની યાદો તાજી થઇ જે બાબતે હું ગર્વ અનુભવું છું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *