બોગસ આરસી બુકના આધારે રાજકોટની બેંકમાંથી રૂ. 45 લાખની લોન લઇ છેતરપીંડી આચરનારને સુરત SOGએ દબોચ્યો.

ટ્રક તથા લકઝરી બસોની બોગસ આરસી બુકના આધારે રાજકોટની બેંકમાંથી 45 લાખની લોન લઇ છેતરપીંડી આચરવાના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સરથાણા જકાતનાકા વેરોના રેસીડેન્સી પાસેથી આરોપી વિજયભાઈ મકોડભાઈ ધોળિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે અગાઉ 2016માં ટેક્સટાઈલનો ધંધો કરતો હતો. પરંતુ એક્સિડન્ટ થવાના કારણે લાંબો સમય પથારીવશ થવાના કારણે આર્થિક ભીસમાં સપડાઈ ગયો હતો. જેથી શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચે તેણે સુરત ખાતે રહેતા આરોપી ઈર્શાદભાઈ ઇસુભાઈ કાળુંભાઈ પઠાણ સાથે મળી પોતાના નામની લક્ઝરી બસ, ટ્રકોની બોગસ આરસીબુક બનાવી તે બુકોના આધારે રાજકોટ એચડીએફસી બેંકમાંથી 45 લાખની લોન લઇ બેંક સાથે છેતરપીંડી કરી હતી. જે બાબતે રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. જે ગુનામાં તેની સાથેનો ઈર્શાદ ભાઈ ઝડપાઈ જતા તે પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો.

વધુમાં આરોપીએ જણાવ્યું હતું કે તેણે તથા સહ આરોપીઓએ ભેગા મળી આવી જ રીતે વર્ષ 2016માં સુરત શહેર જુના આરટીઓ પાસે આવેલી યશ બેંકમાંથી પણ ત્રણ ટ્રકોની બોગસ આરસીબુકના આધારે 75 લાખની લોન લીધી હતી તેમજ સહારા દરવાજા પાસે આવેલી યશ બેંકની બીજી બ્રાંચમાંથી આવી રીતે બોગસ ટ્રકોની આરસીબુકના આધારે 8 કરોડ, 64 લાખ 71 હજારની લીન લીધેલી તથા સુરત ઇન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સ કંપનીમાંથી બોગસ ટ્રકોની આરસીબુકના આધારે અલગ અલગ વ્યક્તિઓના નામે કુલ્લે 12 કરોડ ૫૨ લાખ 61 હજારની લોન લઇ તે લોન ભરપાઈ નહી કરી બેંકને તથા પ્રાઈવેટ ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો હતો.

પોલીસ તપાસમાં આરોપીની મોડેસ ઓપરેન્ડી બહાર આવી હતી કે આરોપીઓ એક બીજાની મદદગારીથી જે વાહનો અસ્તિત્વમાં જ ના હોય તેવા વાહનો જેવા કે ટ્રક, લકઝરી બસ વિગેરેની બોગસ આરસીબુક, ખોટા રહેઠાણના ઓળખના પુરાવા બનાવી યુઝ કોમર્શીયલ વાહનો ઉપર અન્ય વ્યક્તિના નામે બેંકમાંથી લોન મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજુ કરી બેંકમાં અરજી કરતા બાદમાં બેંક દ્વારા જે વાહન ઉપર લોન લેવાની હોય તે વાહનના ફિઝીકલી ચેકીગ તથા સ્થળ વિઝીટ માટે વેલ્યુઅરની નિમણુંક કરતા જેથી આરોપીઓએ તે વેલ્યુઅરને થોડા ઘણા પૈસાની લાલચ આપી અસ્તિત્વમાં ના હોય તેવા વાહનો ખોટો વેલ્યુએશન રીપોર્ટ બેંકમાં સબમિટ કરાવતા બાદમાં બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઇ પ્રથમ થોડા હપ્તા બેંકમાં રેગ્યુલર ભરતા અને બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી નાસી જતા હતા. આ મામલે પોલીસે આરોપીનો કબજો રાજકોટ ડીસીબી પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM