નવાપુરા અને બામણવા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને અંબાલી ગામના તળાવ ઉંડુ કરવાના કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લાના નવાપુરા ખાતે અંદાજિત રૂપિયા ૧૩.૫૦ લાખના ખર્ચે અને બામણવા ખાતે અંદાજિત રૂપિયા ૧૫.૨૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયતના ભવનનું લોકાર્પણ અને અંબાલી ગામના તળાવને ઉંડુ કરવાના કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમઆજે રાજયના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે નવાપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજયની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે રાજય સરકારે મહિલા સશક્તિકરણની અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની જોગવાઈ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્વીત બનાવી છે. તેમણે મહેસૂલ વિભાગમાં કરવામાં આવેલ આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરી લોકો માટે મહેસૂલી કાયદાઓમાં સરળીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. મંત્રીશ્રીએ ખેડૂતો હવે તલાટી પાસે ગયા વિના ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ ઓનલાઈન મેળવી શકશે તેમ પણ ઉમેર્યું હતુ. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની સિધ્ધિઓને વર્ણાવતા ઉમેર્યું હતુ કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં શૌચાલય વિહોણા કરોડો ઘરોમાં શૌચાલય બનાવાયા છે, એટલું જ નહી પરંતુ દિકરાની સાથે દિકરીઓ પણ ભણે, આગળ વધે તે માટે અભિયાન રૂપી કાર્ય હાથ ધર્યું છે. રાજયમાં યોજાતા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ રૂપી અભિનવ કાર્યના પરિણામે આજે બાળકો હોંશે હોંશે શાળામાં જઈ રહયાં છે. ખેડૂતો માટે આ સરકાર અનેકવિધ કાર્ય કરી રહી છે, તેમ જણાવતાં મંત્રીશ્રી ત્રિવેદીએ ઉમેર્યું હતુ કે, ખેડૂતો માટે યુરીયા ખાતરમાં માતબર સબસીડી આપીને, તળાવ ઉંડા કરીને, પાણી બચાવવા, પાણીનો સંગ્રહ કરવાના કાર્યને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે આ તકે પાણી માટે બહુમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને યાદ કરી તેમની સમાજ પ્રત્યેની ફરજને બિરદાવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરી જમીનની જાળવણીની સાથે ખેતીને ઝેર મૂક્ત બનાવવા આહવાન કર્યું હતુ. આ પ્રસંગે સાંસદશ્રી મીતેશ પટેલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર – રાજય સરકારની લોકોપયોગી યોજનાઓના પરિણામે આજે ગુજરાતના ગામડાઓ નળથી જળ મેળવી રહયાં છે. આ ઉપરાંત ગટર, પાણી અને રસ્તાઓના કાર્યોના કારણે ગામડાઓ હવે શહેરોની સમકક્ષ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહયાં છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યુ હતુ જ્યારે અંતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભાર વિધી કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલીન્દ બાપના, ગામના સરપંચશ્રી જસીબેન પઢિયાર, અગ્રણીઓ સર્વશ્રી હંસાકુવરબા રાજ, રમણભાઈ સોલંકી, દિલીપભાઈ પટેલ, નિરૂભા, ગીતાબેન ચાવડા, સંજયભાઈ, નરેન્દ્રસિંહ ચૌહાણ, ગણપતસિંહ પઢિયાર, અલ્પેશભાઈ પટેલ સહિતના જિલ્લા – તાલુકાના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM