વડોદરાના સ્વર્ગસ્થ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના આપ્તજનોને મળી દિલસોજી પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને વરિષ્ઠ જનપ્રતિનિધિ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

    તેમણે સ્વ.યોગેશભાઇને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરીવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.યોગેશભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

    પ્રાર્થના સભામાં મંત્રીશ્રી રમણભાઇ સોલંકી, મંત્રીશ્રી મનીષાબેન વકીલ, દંડકશ્રી બાલકૃષ્ણ ભાઈ શુક્લા, પુર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્યશ્રી કેતન ઇનામદાર,પુર્વગૃહ મંત્રીશ્રી ગોરધનભાઇ ઝડફિયા, પુર્વમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી,  વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સ્વ. યોગેશભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સર્વે ઉપસ્થિતોએ સ્વ. યોગેશભાઈ પટેલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

વૈશાલી ૦૦૦

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *