


વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરી ભાજપના નવા પ્રાથમિક સભ્યો બનાવતી મહિલા મોરચા પાંખ



ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તેમજ મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટની આગેવાની હેઠળ શહેર ભાજપ દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન હેઠળ સંગઠનના તમામ મોરચા અને વિભાગો દ્વારા જનસંપર્કના માધ્યમથી નવા પ્રાથમિક સદસ્યો બનાવવાની નોંધપાત્ર કામગીરી થઇ રહી છે ત્યારે ગતરોજ શહેર મહિલા મોરચા દ્વારા પાલજ, ખોરજ, પોર તેમજ સે.૧૩ ખાતે સદસ્યતા ઝુંબેશ અંતર્ગત મિટિંગ કરી વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરી નવા સભ્યો બનાવ્યા હતા. જેમાં પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખશ્રી ચંદ્રિકાબેન, ગાંધીનગર મહાનગર મહિલા મોરચા પ્રમુખશ્રી પ્રિયાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી ઉર્મિલાબેન,ભાર્ગવીબેન, નયનાબેન, મંત્રીશ્રી ભારતીબેન, ગીતાબા, કોર્પોરેટરશ્રી મીરાબેન, પ્રેમલતાબેન, ભાવનાબા, સવિતાબેન, ઉષાબેન, સેજલબેન, વોર્ડ મહિલા મોરચા પ્રમુખશ્રી રંજનબેન, પુષ્પાબેન, ક્રિષ્ણાબેન તેમજ સ્થાનિક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

