વિસનગરના ભામાશા રાજુભાઈ પટેલ ના માતૃશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

281 જેટલા રક્ત દાતાએ રક્તદાન કર્યું.

વિસનગર શહેરમાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી કોપર સીટી વેપારી ગ્રુપ અને લાયન્સ ક્લબ ઓફ વિસનગર દ્વારા મેઘા રક્તદાન કેમ્પનું આયોજન ગોવિંદચલા પટેલ વાડી સ્થળે રાખવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પ વિસનગરના ભામાશા એવા રાજુભાઈ કે પટેલ આર.કે જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને આર.કે ડેવલોપ પર્સ વાળા ના માતૃશ્રી મંગુબેન કાનજીભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં રક્તદાતા તરીકે રાજુભાઈ પોતે અને તેમના પુત્ર જીગ્નેશ અને જૈમીન પણ જોડાયા હતા.રાજુભાઈ આર.કે તરફથી દરેક રક્ત દાતા ને ટ્રાવેલિંગ મોટી ટ્રાવેલ્સ બેગ સપ્રેમ ભેટ આપવામાં આવી હતી. વિસનગર બ્લડ બેન્ક દ્વારા રક્ત દાન કેમ્પનું સુંદર સંચાલન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *