ચીનમાં પૂર્વ પત્નીને સળગાવી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારને ફાંસીની સજા થઈ

ચીનમાં બે વર્ષ પહેલા અહીં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની જીવતી સળગાવી હતી અને આ ઘટનાને અંજામ આપવા દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ પત્નીને જીવતી સળગાવી હત્યા કરનાર વ્યક્તિનું નામ ટાંગ લૂ છે. દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના એક કોર્ટે દોષી ટાંગ લૂને ફાંસીની સજા આપી છે. ચીનમાં થયેલા હેવાનિયતના એક કેસમાં કોર્ટે દોષીને ફાંસીની સજા ફટકારી છે. હકીકતમાં એક રિપોર્ટ પ્રમાણે પોતાની પૂર્વ પત્નીની હત્યા કરવાના આરોપમાં ફાંસીની સજા પહેલા દોષી ટાંગ લૂને પોતાના પરિવાર સાથે મુલાકાત કરવાની મંજૂરી કોર્ટે આપી છે. ટાંગ લૂની પૂર્વ પત્ની લામો ખેતીનું કામ કરતી હતી. જૂન ૨૦૨૦માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા. તેમ છતાં ટાંગ લૂ તેનો પીછો કરી રહ્યો હતો. છુટાછેડા બાદ તેણે લામોને બીજીવાર લગ્ન કરવાનું કહ્યું પરંતુ પૂર્વ પત્ની તે માટે તૈયાર નહોતી. નોંધનીય છે કે છુટાછેડાના ત્રણ મહિના બાદ ટાંગ લૂ ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યારે લામો સોશિયલ મીડિયા પર લાઇવ કરી હતી. ટાંગ લૂએ તેના પર પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી. આ દરમિયાન તેણે લાઇવ સ્ટ્રીમિંગ પણ બંધ કર્યું નહીં. ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોતાની પૂર્વ પત્નીને જીવતી સળગાવવાની ઘટનાની ચર્ચા સપ્ટેમ્બર ૨૦૨૨માં જાેરશોરથી શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આરોપી ટાંગ લૂને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. ચીનમાં મહિલાઓ સાથે થતા દુર્વ્યહાર પર દુનિયાભરના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ ચીનની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *