કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ બીજા દિવસે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માંડવીના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી.

કચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ બીજા દિવસે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ માંડવીના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓએ હોસ્પિટલના ઓપીડી વિભાગ, ઈમરજન્સી સેવા વિભાગ, ઓપરેશન થિયેટર, એન્ટિનેટલ વોર્ડ અને હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓની વિગતે જાણકારી તબીબી અધિકારીઓ પાસેથી મેળવી હતી. સમિતિના સભ્યોએ દાખલ દર્દીઓ સાથે સંવાદ કરીને સારવારને લઈને તેમના અભિપ્રાય મેળવ્યા હતા. ઓક્સિજન પ્લાન્ટ સાથે વૈકલ્પિક ઓક્સિજન સુવિધાઓ વિશે સમિતિના સભ્યોએ વિગત પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં મહેકમ કેટલું છે તેના વિશે સમિતિના સભ્યોએ વિગતે જાણકારી મેળવી હતી.

હોસ્પિટલમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોસ્પિટલમાં અપાતી રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાકીય સહાય અંગે વિગતો મેળવવા આવેલી સમિતિ માંડવી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લઈને પ્રભાવિત થઈ હતી.

સમિતિના પ્રમુખ શ્રી શંભુજી ઠાકોર, સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, સીડીએમઓ શ્રી ડૉ.કશ્યપ બૂચ, હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડૉ.કે.કે.રોય, સિનિયર ડોક્ટર શ્રી કે.જી.વૈષ્ણવ અને પ્રણવ વૈષ્ણવ, ટીએચઓ શ્રી કે.પી.પાસવાન, ડીએમઓ શ્રી ડૉ.પ્રકાશ, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી ડૉ.વિપૂલ દેવમૂરારી અને બિપિન આહિર સહિત હોસ્પિટલના સૌ સ્ટાફકર્મીઓ મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *