આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં રેલ્વે ફ્લાય ઓવરો નું અધૂરું કામ સત્વરે પૂર્ણ કરવા સાંસદ માં રજૂઆત.

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લા માં રેલ્વે ફાટકો પર ચાલી રહેલી અધૂરી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા માટે અનાનસ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા હાલ માં સંસદ માં રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકા માં આણંદ ગોધરા રેલવે લાઈન પર ભાલેજ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી 2018 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી પરંતુ ફક્ત બે દિવસમાં આ કામગીરી કોઈક કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. જે આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.

તેવી જ રીતે પેટલાદ ફ્લાય ઓવર ની કામગીરી અધુરી છોડી દેવામાં આવતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે નેશનલ હાઇવે સહિત એક્સપ્રેસ હાઇવે ને જોડતો ભાલેજ ઓવરબ્રિજ પણ અંત્યત મહત્વ નો હોવાથી તેને પહોળો કરવા સહિત આ તમામ ઓવરબ્રિજ ની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *