પેટલાદ બીએડ.કોલેજમાં  વ્યાખ્યાનનું આયોજન

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.આઈ.પટેલ ઈપ્કોવાલા કોલેજ ઓફ એજ્યુકેશનમાં તારીખ ૩૦/૭/૨૦૨૨ ને  શનિવારના  રોજ આઝાદીનો અમૃત મહોત્સવ  તથા પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ૭૫ વષૅની ઊજવણી અંતર્ગત.. “ધુમ્રપાન નિષેધ અને આત્મહત્યા નિવારણ” વિષય પર તજજ્ઞશ્રીના વ્યાખ્યાનનું આયોજન  કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.ગુલાબચંદ પટેલ, અધ્યક્ષ,મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાન, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રશિક્ષણાર્થી ધરતીબહેને શક્તિ સ્વરૂપ માતૃવંદનાથી કરી હતી. મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત સંસ્થાના કાર્યકારી આચાર્યશ્રી ડૉ.નયનાબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું. મહેમાનશ્રીનો પરિચય અધ્યાપક ડૉ.કામેન્દુ ઠાકર સાહેબ દ્વારા આપવામાં આવ્યો હતો. મહેમાનશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કાર્યકારી આચાર્યશ્રી  ડૉ.નયનાબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું. ડૉ.ગુલાબચંદ પટેલ સાહેબે પોતાની આગવી શૈલીમાં ખૂબ જ તલસ્પર્શી ઊંડાણપૂર્વક તજજ્ઞ વ્યાખ્યાન આપી સર્વેને લાભાન્વિત કર્યા. હાજર રહેલ સૌને જીવનપર્યંત વ્યસનમુકત રહીને દ્રઢ મનોબળ કેળવવા માટેનો સુંદર માગૅ બતાવ્યો. સ્મૃતિ ભેટ   પ્રશિક્ષણાર્થી   વિશાલભાઈ ભૂરા દ્વારા અર્પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે આભાર દર્શન અધ્યાપક ડૉ. મયંકભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી રાઘવજીભાઈ યાદવ, શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ, શ્રીમતી નિકિતાબેન પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, કાર્યકારી આચાર્યશ્રી  ડૉ.નયનાબેન શુક્લ, અધ્યાપકશ્રીઓ તથા પ્રશિક્ષણાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રશિક્ષણાર્થી ધરતીબેન   પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM