
મોરબી ખાતે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૧લી ઓગસ્ટ થી ૮મી ઓગસ્ટ દરમિયાન રાખી મેળાનું આયોજન
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે મોરબી ખાતે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રખાયેલ રાખી મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહિલા પખવાડિયાના પ્રથમ દિવસે મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં વિવિધ સખી મંડળના સ્ટોલ મારફતે ૧લી ઓગસ્ટ થી ૮મી ઓગસ્ટ દરમિયાન રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. જેનું રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીની સાથે મોરબી નગરપાલીકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરાગ ભગદેવ, ઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણીશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસદડિયા, જિગ્નેશભાઇ કૈલા, ભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારીશ્રી, અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
