કૃષિ અને ઉર્જા રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇવે અને ગ્રામ્ય રસ્તાઓની સમીક્ષા કરવામાં આવી….

સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને ગ્રામજનોની રજૂઆતોના નિવારણ માટે ને.હા. ઓથોરિટીનું આયોજન..

ભારે વરસાદના કારણે બિસ્માર થયેલા  નેશનલ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટના રસ્તા ઓની સમારકામની કામગીરી અંગે રાજ્યના કૃષિ અને ઊર્જા રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે ૮, એક્સપ્રેસ હાઇવે  ના પ્રશ્નોના નિવારણ માટે મળેલી બેઠકમાં સમીક્ષા  કરવામાં આવી હતી.

            મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે સહિત પલસાણા, માંડવી, કામરેજ, બારડોલી,  કડોદરા સહીતના વિસ્તારોના રસ્તાઓ બાબતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર,  જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી સંદિપ દેસાઈ  દ્વારા રજુ કરવામાં આવેલા  પ્રશ્નોનું તુરત જ રીકારપેટીગ કરવા અને જ્યાં કામ શરૂ કર્યું હોય તેમાં ઝડપ લાવી વાહન ચાલકોને રાહત મળે  તે રીતે  કામગીરી કરવાની તાકીદ કરી હતી.

             આ બેઠકમાં કામરેજ, કડોદરા, પલસાણા, બારડોલી, સૂરત અને અંકલેશ્વર સુધી ના  ને. હા.ના રસ્તા તેમજ પડેલા ખાડાઓના કારણે થતો ટ્રાફિક અને  ને. હાઇવે  ૪૮, ૫૨, ૫૩,  અને ગ્રામજનોની સમસ્યાઓ બાબતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ઈશ્વરભાઇ પરમાર  દ્વારા વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી.

          આ ઉપરાંત મંત્રીશ્રીએ  બેઠકમાં જીલ્લાના ગ્રામ્ય અને સ્ટેટના રસ્તા માટેની  રજૂઆતની પણ ઈજનેરશ્રીઓને નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.

           કલેકટર કચેરી ખાતે  શ્રીઆયુષ ઓક દ્વારા ને. હા.ના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં જમીન સંપાદન સંદર્ભે માર્ગદર્શન આપી તુરત જ નિરાકરણ કર્યું હતું.

           આજની બેઠકમાં ને.હાઇવે ના ડી.જી.એમ.( પ્રોજેક્ટ ડાયરેક્ટર) શ્રી તુષાર વ્યાસ, સી.જી.એમ.અખિલ ખરે ઈજનેરશ્રી સૂરજ કુમાર, જમીન સંપાદન અઘિકારીશ્રી કે. આર.પટેલ , ડી.એલ. આર.શ્રી અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM