
પ્રભુકૃપાથી સંપત્તિ મળે છે એ પ્રભુના પરિવાર સમા સાધર્મિક બંધુ ઓમાં વાપરરી જોઈએ-મુનિરાજ શૌર્યશેખર વિજયજી
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ત્યારે મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ શ્રાવક-શ્રાવિકાએ આચરવામાં વાર્ષિક 11 કર્તવ્યનું વર્ણન આજના પ્રવચનમાં થશે
(1) સંઘ પૂજા:-ચતુર્વિધ સંઘની સ્થાપના તીર્થંકર કરે છે. અને તેઓ ખુદ પણ સંઘને નમસ્કાર કરે છે.એવા શ્રી સંઘની યથાશક્તિ પૂજા કરવી જોઈએ.
(2) સાધર્મિક ભક્તિ:-સાધર્મિકના આધારે ધર્મ ટકે છે તેથી તેમની ભક્તિ વિશેષ પ્રકારે કરવી જોઈએ.
(3) યાત્રાત્રીક;-ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઇએ.આ અષ્ટાન્હિકા યાત્રા એટલે જિનેશ્વર પ્રભુની ભક્તિ સ્વરૂપ
અઠ્ઠાઈ ઉત્સવ વગેરે.રથયાત્રા એટલે સુશોભિત રથમાં પ્રભુને બિરાજમાન કરી સામૂહિક શોભાયાત્રા કરવી અને તીર્થયાત્રા એટલે વિધિપૂર્વક સ્થાવર તીર્થની યાત્રા.
(4) સ્નાત્ર મહોત્સવ:-મેરુ શિખર પર દેવોએ કરેલ પ્રભુને અભિષેકની પ્રતિકૃતિ સ્વરૂપ સ્નાત્ર મહોત્સવ કરવા.
(5) દેવ દ્રવ્યની વૃદ્ધિ:- ધનની આશક્તિ ઓછી થાય તે માટે દેવની ભક્તિ સ્વરૂપ દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી.
(6) મહાપુજા:-ઉત્તમ દ્રવ્યોથી જિનેશ્વર પ્રભુની વિશિષ્ટ રીતે મહાપૂજા પ્રભુને વિશિષ્ટ રીતે મહાપૂજા કરવી.
(7) રાત્રિ જાગરણ:-કલ્યાણક દિવસો,ગુરુ નિર્વાણ દિન કે મોટી તપસ્યા નિમિત્તે રાત્રિ જાગરણ કરવું.
(8) શ્રુત ભક્તિ:-ભણવું-ભણાવવું,લખવું લખાવવું આદિ શ્રુત ભક્તિ છે.
(9) ઉદ્યાપન:-તપના અનુષ્ઠાન દ્વારા આત્મામાં પ્રગટેલા આનંદની અભિભક્તિ રૂપે ઉદ્યાપન કરવું.
(10) તીર્થ પ્રભાવના:-વિશિષ્ટ તીર્થોમાં સંપત્તિનો સદ્વ્યય કરવો તે તીર્થ પ્રભાવના છે.
(11) આલોચના:-શુદ્ધ વ્રત નિયમ ધર્મક્રિયા દરમિયાન થયેલા અવિધિ અવિધિ આશાતના કે ખંડન થયું હોય તેનું પ્રાયશ્ચિત કરવું.આ વાર્ષિક 11 કર્તવ્ય શ્રાવક જીવનના શણગાર રૂપ છે.જેનાથી ધર્મના વિવિધ ક્ષેત્રો પણ ઉજાગર થાય છે.
