ગચ્છનાયક મધૂરવક્તા શ્રી મુક્તિચંદ્રજી મ.સા.ની ૩૧ મી પુણ્યતિથી માનવતાના કાર્યો યોજાયા

પાલીતાણા મહાતીર્થે નગરે ગચ્છનાયક મધૂરવક્તા શ્રી મુક્તિચંદ્રજી મહારાજ સાહેબની ૩૧ મી પુણ્યતિથી નિમિત્તે પ.પૂ.મુનિરાજશ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી પાર્શ્વચંદ્ર ધામ મધ્યે પૂ.સાધુ-સાધ્વીજીની નવકારશી,અનુકંપાદાન,જીવદયા આદિ માનવતાના કરવામાં આવેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ સાહેબ એ જણાવેલ કે ગુરુદેવની પૂણ્યતિથિએ આપણે તેમના જીવનચરિત્ર,ઉપદેશ અને આદર્શોને યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ દિવસ એ વિચારવાનો છે કે આપણે તેમના બતાવેલા માર્ગ પર કેટલા આગળ વધી શક્યા છીએ. ગુરુદેવએ આપેલા સંસ્કારો,કરુણા, ક્ષમા અને ત્યાગના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા એ જ તેમની પ્રત્યેની સત્ય ભક્તિ છે.આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો,પૂજન,પાઠ,પ્રવચન અને આરાધનાના આયોજનો દ્વારા ગુરુદેવના ઉપદેશોને જીવંત રાખવામાં આવે છે.ભક્તજનો એકત્રિત થઈને ગુરુદેવના જીવન પરથી પ્રેરણા લઈ પોતાના જીવનને વધુ સારો બનાવવાનો સંકલ્પ કરે છે.આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે ગુરુદેવની પૂણ્યતિથિ એ માત્ર સ્મૃતિનો દિવસ નથી, પરંતુ આત્મજાગૃતિ અને સાધનાનું પવિત્ર અવસર છે. ગુરુદેવ આપણા જીવનમાં પ્રકાશરૂપ બની અંધકારને દૂર કરે છે, સદ્માર્ગ દર્શાવે છે અને આધ્યાત્મિક ઊંચાઈઓ તરફ દોરી જાય છે. તેમનો વિયોગ ભલે દેહથી હોય, પરંતુ તેમની વાણી, ઉપદેશ અને આશીર્વાદ આજે પણ આપણા જીવનમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.આ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ એવં અનુકંપાદાનના લાભાર્થી-અભય મહેતાની પુત્રી નિધિબેન ની દીક્ષા નિમિત્તે,માતુશ્રી શાંતાબેન લાલવાણી,શ્રી શરદભાઈ સાકરચંદ વોરા-ડોમ્બિવલી, શ્રી સંજય કિર્તીભાઈ શેઠ-ડોમ્બિવલી, માતૃશ્રી ધનવંતીબેન જખુભાઈ સાવલા- બોરીવલી,શ્રીમતિ પન્નાબેન હરેશભાઈ – વિરાર પરિવારે સુંદર લાભ લીધેલ.આ પ્રસંગે શંખેશ્વર જહાજ મંદિરે મૂળનાયક શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુને આંગી રચાઈ હતી.આ પ્રસંગે આચાર્યશ્રી પદ્મયશચંદ્રજી મહારાજા,મુનિ ધર્મરત્નચંદ્રજી મ.સા,મુનિ પુન્યરત્નચંદ્રજી મ.સા,મુનિ નયશેખર મ.સા એ પુષ્પાનજંલિ,શ્રધ્ધાજંલિ, હૃદયાજંલી પાઠવેલ.આ પ્રસંગે મુંબઇ, અમદાવાદ,પાલનપુર,થરા,શંખેશ્વર,પાટણ વિગેરેથી ગુરુભક્તો ઉપસ્થિત રહેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM