સિંગવડ ભમરેચી મંદિર ખાતે ત્રિ દિવસીય સતચંડી મહાયજ્ઞનું આયોજન

ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા, પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ કલેકટર, એસ પી સહિત અનેક મહાનુભાવે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

સિંગવડ સતચંડી મહાયજ્ઞ માં ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા,દાહોદ જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા એ હાજરી આપી

સિંગવડ ભમરેચી મંદિર ખાતે ત્રિ દિવસીય સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રના કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પરિવાર સાથે યજ્ઞમાં હાજરી આપી હતી સતચંડી મહાયજ્ઞના પૂર્ણાહુતિના અંતિમ દિવસે ભવ્ય આરતી મહાપ્રસાદી અને ભોજન ભંડારોનું આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડેજી, દાહોદ જિલ્લા પોલીસવડા, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, શૈલેષભાઈ ભાભોર, કનૈયા ભાઈ કિશોરી, મહેન્દ્રભાઈ ભાભોર, નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ગુજરાત ભાજપના નવા વરાયેલ મંત્રી શંકરભાઈ આમલીયાર, મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, દાહોદ નગરપાલિકાના પ્રમુખ તેમની ટીમ સહિત જિલ્લા પંચાયત નાસદસ્યો ભાજપ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સૌવ કોઈ એ માં ભમરેચીના દર્શન કરી આરતી મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કુવારી કન્યાઓને કુમકુમ તિલક કરી વસ્ત્ર દાન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *