તાલુકા કક્ષાનો ૭૩ મો વનમહોત્‍સવ રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી તાલુકાના ઉમરસાડીની જે. વી. બી. એસ હાઇસ્‍કૂલ ખાતે યોજાયો

સમગ્ર જીવસૃષ્‍ટિ માટે પર્યાવરણ અગત્‍યનું પરિબળ છે, વધુ ને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ -મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

સમગ્ર જીવસૃષ્‍ટિ માટે પર્યાવરણ એક અગત્‍યનું પરિબળ છે. પર્યાવરણની જાળવણી માટે વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા પ્રયત્‍નો કરી રહવામાં આવ્‍યા છે. ગુજરાતના પનોતા પુત્ર સ્‍વ. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦ થી ગુજરાત રાજયને હરિયાળું બનાવવા વન મહોત્‍સવની શરૂઆત કરી હતી એમ વલસાડ જિલ્‍લાના પારડી તાલુકાના ઉમરસાડીની જે.વી. બી. એસ. હાઇસ્‍કૂલ ખાતે ૭૩ મા પારડી તાલુકાના વન મહોત્‍સવ નિમિત્તે જણાવ્‍યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ પ્રસંગે હાઇસ્‍કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીતલબેન ૫ટેલ, જિલ્લા પંચાયત સદસ્‍યો મુકેશભાઇ પટેલ, દિવ્યાબેન પટેલ તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહ્યા હતા. મંત્રીશ્રી અને મહાનુભાવોએ આ અવસરે લાભાર્થીઓને નિધૂર્મ ચૂલા અને આંબા કલમોનું વિતરણ કર્યુ હતું. દેશના વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્યકક્ષાનો વન મહોત્‍સવ રાજયના પાટનગર ગાંધીનગર ખાતે નહિં પરંતુ જિલ્‍લા ખાતે ઉજવણીની પરંપરા શરૂ કરી છે, જે આજે પણ જળવાઇ રહી છે. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા તેમના મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરિમયાન ભારતીય સંસ્‍કૃતિ અને શાસ્ત્રોનું મહત્‍વ લોકોને સમજાય તે માટે સાંસ્‍કૃતિક વન, ઔષધિય વન વગેરે જુદા જુદા વનો રાજ્યભરમાં તૈયાર કરવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધીમાં આવા ૨૨ વનો રાજ્યભરમાં તૈયાર કરવામાં આવ્‍યા છે. વલસાડ જિલ્‍લામાં પણ કપરાડા ખાતે આમ્રવન તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લું મૂકયું હતું. આજ પ્રમાણે નવસારી જિલ્લામાં પણ માતા સીતાની યાદમાં જાનકી વન તૈયાર કરવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારમાં વધુ વૃક્ષો છે અને હરિયાળી છે તે હરિયાળીને જાળવી રાખવા માટે દરેક નાગરિકે તેમના જન્‍મદિન નિમિત્તે, લગ્નની વર્ષગાંઠે કે સંબધીઓની સ્‍મૃતિરૂપે વૃક્ષો રોપવાનો સંકલ્‍પ કરી આ વૃક્ષોનું જતન પણ કરવું જોઇએ એમ જણાવ્‍યું હતું.
આજે સમગ્ર દુનિયા કલાઇમેન્‍ટ ચેન્‍જથી ભયભીત છે ત્‍યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં પર્યાવરણની ચિંતા કરી પર્યાવરણનું જતન કરવાની જે જાગરૂકતા બતાવી તે માટે તેમને એવોર્ડ પણ આપવામાં આવ્‍યો છે. રાજયમાં વર્ષઃ-૨૦૦૧માં કચ્‍છ જિલ્લામાં આવેલા ધરતીકંપમાં જે માનવમૃત્‍યો, પશુમૃત્‍યોની જે દર્દનાક ઘટના બની તેની સ્‍મૃતિરૂપે કચ્‍છ જિલ્‍લામાં જે સ્‍મૃતિવન તૈયાર કરવામાં આવ્‍યું છે તેનું આગામી તા. ૨૮ મી ઓગસ્‍ટના રોજ લોકાર્પણ કરશે.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વનસંરક્ષક જીનલબેન ભટ્ટે તેમના સ્‍વાગત પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન વિભાગ દ્વારા જિલ્‍લામાં ૧૪ જેટલી નર્સરીઓમાં વિવિધ જાતના ૩૫.૨૦ લાખ રોપા ઉછેરવામાં આવ્‍યા છે. વિભાગની જુદી જુદી યોજનાઓ દ્વારા જિલ્લામાં કુલ ૮૨૮ હેકટરમાં ૭,૫૩, ૧૩૨ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લો રાજયમાં તમામ જિલ્લાઓ પૈકી જંગલ વિસ્‍તારમાં, બહારના વિસ્‍તારમાં સૌથી વધુ ગીચતા ધરાવતો જિલ્લો છે જેથી આ જિલ્‍લામાં હેકટર દીઠ ૬૯ વૃક્ષો છે. ફાર્મ ફોરેસ્‍ટ્રી યોજના હેઠળ ગ્રામપંચાયત અને ખેડૂતની જમીન પર વન વિભાગ દ્વારા ૪૦૦ હેકટરમાં નીલગીરી, શરૂ, બાવળ વગેરે જાતોના કુલ ૪ લાખ રોપાઓના વાવેતરની કામગરી ચાલુ છે. વૃક્ષો ખેતી યોજના હેઠળ ખેડૂતોની જમીનમાં ખેડૂતો દ્વારા ૨૪૦ હેકટરમાં ૨૪૦૦૦૦ હજાર રોપાઓનું વાવેતર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે.
આ કાર્યક્રમનું સંચાલન આ હાઇસ્‍કૂલના શિક્ષક સ્‍મૃતિ દેસાઇએ કર્યુ હતું, જયારે આભારવિધિ આર. એફ. ઓ. ડી. ટી. કોકંણીએ કરી હતી.
કાર્યક્રમમાં પારડીના પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, હાઇસ્‍કૂલના આચાર્ય વિજયભાઇ પટેલ, શાળા પરિવારના શિક્ષકગણ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને હાઇસ્‍કૂલના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM