પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુબીર તાલુકાના રોડ પુર્ણ થયા

અભિગમને વરેલી સરકાર હકારાત્મક વલણ સાથે, ડાંગ જિલ્લાના પીપલાઇદેવી-જુનેર- ચિંચવિહીર- પીપલદહાડ રોડ વહાનવ્યવહાર માટે સુગમ બન્યો છે.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરીયાળ વિસ્તારમા આવેલ ગામડાઓ મુખ્ય માર્ગ સાથે જોડાયા છે. આ યોજના અંતર્ગત પીપલાઇદેવી-જુનેર- ચિંચવિહીર- પીપલદહાડ રોડ પરિપુર્ણ થયો છે. આ રોડ આશરે 3000 લોકો માટે ઉપયોગી બનશે.

પીપલાઇદેવી, જુનેર, ચિંચવિહીર અને પીપલદહાડ ગામ, 14 કી.મી સુધીના આ રસ્તાનુ બાધકામ 1269.69 લાખ રૂપીયામા નિર્માણ થયેલ છે. આ ઉપરાત વધઇ તાલુકાના કુંડા, ચીંચોડ, સીલોટમાળ રોડ જે 842.42 લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડ હાલ પ્રગતીમા છે. જે 1601 લોકો માટે ઉપયોગી બનશે. કાર્યપાલક ઇજનેર શ્રી રાજુભાઇ ચૌધરીના જણાવ્યા અનુસાર સરકારના ગ્રામીણ માર્ગ વિકાસના અભિગમથી તૈયાર થયેલ આ માર્ગો પ્રજા ઉપયોગી બનશે તેમજ અન્ય માર્ગોના નવિનીકરણના કાર્યો ચાલી રહ્યા છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *